D.El.Ed. (PTC)

Prarthna

 

       જો તમારે વિધાર્થીઓને શુદ્ધ ચારિત્ર્ય અને ચિત્તશુદ્ધિ ઉપર તમારી કેળવણીનો પાયો નાખવો હોય તો નિત્ય નિયમિત પ્રાત:કાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય એકેય નથી.”       - ગાંધીજી

        અધ્યાપક મિત્રો / શિક્ષક મિત્રો / તાલીમાર્થી મિત્રો,

        પ્રાર્થના આત્માનો ખોરાક છે. આપણી શાળાઓ / કોલેજોમાં દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરીએ છીએ. આપણા સૌ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. આપણું પ્રાર્થના સંમેલન જેટલું સમૃદ્ધ હોય તેટલું વિધાર્થીઓનું મૂલ્ય શિક્ષણ વધારે અસરકારક બની રહે છે.

        અહિયાં અગાઉ જુનાગઢ – પોરબંદર જિલ્લા પી.ટી.સી. કોલેજ પરિવાર દ્વારા અને શ્રી એમ. વી. વેકરીયા દ્વારા સંકલન કરી બહાર પાડેલ ભક્તિધારા” પ્રાર્થના સંપુટ બહાર પાડવામાં આવેલ તેની પીડીએફ મૂકવાનો પ્રયત્ન કરેલ છે. બ્લોગ ઉપર આ પીડીએફ મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી વેકરીયા સાહેબ અને તેમની સમગ્ર ટીમનો આભારી છું.

        અહિયાં કુલ પાંચ વિભાગ પાડેલ છે. જેમાં પ્રથમ ભાગ પ્રસ્તાવના માં પ્રાર્થના એટ્લે શું?, પ્રાર્થનાનું મહત્ત્વ, પ્રાર્થના સંમેલનની સૂચિ, પ્રાર્થના માટેના નિયમો વગેરે જેવી બાબતો આવરી લીધેલ છે. બીજા વિભાગમાં વિવિધ ધર્મોની પ્રાર્થના આપેલી છે જ્યારે ત્રીજા વિભાગમાં કુલ 51 ગુજરાતી પ્રાર્થના, ચોથા વિભાગમાં 21 હિન્દી પ્રાર્થના અને પાંચમા ભાગમાં 12 અંગ્રેજી પ્રાર્થના આપેલી છે.

        આ બધી પ્રાર્થનાઓનો અગત્યનો ભાગ હોય તો તેના રંગબેરંગી ચિત્રો છે. ખૂબ આકર્ષક અને નયનરમ્ય ચિત્રો સાથે પ્રાર્થના જોવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે.




        જે તે વિભાગને ડાઉનલોડ કરવા તેના પર ક્લિક / ટચ કરવું.

પ્રસ્તાવના અને પ્રાર્થના વિશેની માહિતી       DOWNLOAD

વિવિધ ધર્મોની પ્રાર્થનાઓ       DOWNLOAD

ગુજરાતી પ્રાર્થનાઓ       DOWNLOAD

હિન્દી પ્રાર્થનાઓ          DOWNLOAD

અંગ્રેજી પ્રાર્થનાઓ        DOWNLOAD



No comments:

Post a Comment