D.El.Ed. (PTC)

Sunday, 16 February 2020

FY SY Intership+Course 1-6


મિત્રો, આ સાથે નીચેની લિંકમાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની ઈંટરનશીપ તેમજ કોર્ષ 1 થી 5/6 ના આંતરિક માર્કસના પત્રકો મુકેલ છે. જેમાં આપે આપની કોલેજમાં પ્રથમ પરીક્ષા જેટલા માર્કસની લીધેલ હોય તે ફોર્મુલામાં નાખવાથી તેના 5 અથવા 10 માર્કસમાં આપોઆપ ગણતરી થઈ જાશે અને તે માર્કસ છેલ્લા પત્રકમાં પણ મુકાય જશે. સાથે સાથે પહેલા આપ જો ઈંટરશિપના માર્કસ add કારી દેશો તો તે માકર્સ પણ 8.0 માં આપોઆપ આવી જશે. બીજુ કે પેઇઝ સેટિંગ A 4 છે, આથી આપે પેઝમાં ફેરફાર ન કરતાં show marjin માં જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે. પ્રથમ વર્ષમાં દ્વિતીય સત્રમાં કોર્ષ 3 અને 6 બંને 70 માર્કસનું હોય ફોર્મુલામાં ભાગ્યા 70 કરવા. તેવી જ રીતે દ્વિતીય વર્ષ માટે હિન્દી અને સંસ્કૃતના માર્કસ પણ ચેક કરી ફોર્મુલામાં નાખશો. બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે છતાં વાર્ષિક મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર ચેક કરી લેવા વિનંતી. ડેટા એન્ટ્રી માટે એક વિડીયો મૂક્યો છે તે જોઈ લેશો તો વધુ સરળતાથી કામ કરી શકસો. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.

  FY SY Intership + Course 1 to 5/6 DOWNLOAD

1 comment:

  1. Great job sir.very helpful for us. Thank you very much.

    ReplyDelete