D.El.Ed. (PTC)

Monday, 27 April 2020

ટેટ 1& 2 ની તૈયારી અંગે


કેમ છો તાલીમાર્થી મિત્રો,
            આપ સૌ બ્લોગનો નિયમિત ઉપયોગ કરો છો તે આપની કોમેંટ્સ પરથી જાણવા મળી રહ્યું છે અને આપની જરૂરિયાત અને સૂચનોનો બ્લોગમાં સમાવેશ કરવાનો પૂરતો પ્રયત્ન કરું છુ.
            થોડા સમયથી TET વિશેની પૂછપરછ વધુ આવી રહી છે.
            મિત્રો, આપ સૌને ખ્યાલ છે એમ હાલમાં માત્ર ડી.એલ.એડ. સારા ટકાએ પાસ થવું પૂરતું નથી પરંતુ સાથે સાથે ટેટ માં પણ સારા ટકા જોઈએ, તો જ આપણું મેરીટ ઊંચું – સારું થઈ શકે અને નોકરીના ચાન્સ વધી શકે.
            
            સૌ પ્રથમ આપણે નોકરી માટે જરૂરી મેરીટ જોઈ લઈએ.
            ધો. 12 ના 20%,     ડી.એલ.એડ. ના 25%,     સ્નાતકના  05% તથા      ટેટ 1 ના 50%
            હવે ઉપરના મેરીટ પ્રમાણે ગણતરી કરીએ તો અનુક્રમે ધો. 12 અને ડી.એલ.એડ. બંને કરતાં ટેટ 1 નું મેરીટ ડબલ છે. તો શું આપણે ધો.12 અથવા ડી.એલ.એડ. માં જે મહેનત કરીએ છીએ તેના કરતાં ટેટ 1 ની તૈયારી માટે ડબલ મહેનત કરીએ છીએ ખરા?
            ભૂલ અહિયાં જ થાય છે અને પછી આપણે જ ફરિયાદ કરીએ છી કે PTC પછી નોકરી ક્યાં મળે છે!
            તાલીમાર્થીઓ, મે તમને અગાઉ કહ્યું તેમ આપણી પાસે અત્યારે સરસ સમય છે, જો તમે ધારો તો હાલ ધો. 1 થી 8 ના વિષય વસ્તુની ખૂબ સરસ તૈયારી કરી શકો છો. આપ FY માં હોય કે SY માં, ટેટ 1 તો પાસ કરવાની જ છે તો શું એવું ન થઈ શકે કે કોઈ પણ વિષયનો એક ટોપીક લઈ તેના વિષે બધી જ જાણકારી મેળવી અને જૂના પેપર્સમાંથી તેના બધા જ પ્રશ્નો સોલ્વ કરી દઈએ?
            દા.ત. સૌથી સહેલું ઉદા. લઈએ તો મોટા ભાગે દરેક પેપર્સમાં શબ્દોની શબ્દકોશ પ્રમાણે ગોઠવણીના લગભગ બે પ્રશ્નો તો હોય જ છે, તો આપણે વાંચીને કે પછી યુ ટ્યુબ પરના વિડિયોમાંથી શબ્દકોશ પ્રમાણે શબ્દો કેવી રીતે ગોઠવવા તેની સંપૂર્ણ માહિતી લઈ તેમાં પૂછાતા બધા જ પ્રકારના પ્રશ્નો વિષે પ્રેકટીશ કરી લઈએ તો આપણે પૂરા માર્કસ મેળવી શકીએ. ટૂંકમાં તમે જે ટોપીક હાથમાં લો તેના વિષે સંપૂર્ણ માહિતી એકઠી કરી પાકી કરી લેવાની છે.
            આવું જ ગણિતમાં પણ થઈ શકે. ધારો કે લ.સા.અ. - ગુ.સા.અ. નું ચેપ્ટર તમે સોલ્વ કર્યું પણ પરીક્ષામાં તેના દાખલા સીધા જ ન પૂછાતા ફેરવી ને પૂછે છે. (બે નળ માંથી આવતું પાણી – કેટલી વાર માં ટાંકી ભરાય) તો લ.સા.અ. - ગુ.સા.અ. માત્ર સોલ્વ ન કરતાં આવા દાખલા પણ અગત્યના છે અને તેના પર પકડ આવી જાય પછી તમારે તેની શોર્ટ કટ કી પણ શીખવી જરૂરી છે જેથી આપ ઓછા સમય માં દાખલા ગણી શકો.
            સામાન્ય જ્ઞાનમાં ભારતના રાજ્યો- તેના પાટનગર – તેની ભાષા વગેરે ક્યારેય બદલાવવાના નથી. એવી જ રીતે ભારત કે ગુજરાતની નદીઓ, મેળાઓ વગેરે લગતી બાબતો ને પણ એક વાર યાદ રાખી તેનું સમયાંતરે રિવિઝન જ જરૂરી છે. તેથી જો એકવાર તેની સારી મહેનત કરી નાખીએ તો આવ પ્રકારના પ્રશ્નો આખી જીંદગી ઉપયોગી થઈ શકે.
            અંગ્રેજીમાં આર્ટીકલ શીખ્યા તો તેની બધા જ પ્રકારની ખાલી જગ્યા જોઈ લેવી જોઈએ.
            બની શકે તો દરરોજનું ટાઈમ ટેબલ / ટાર્ગેટ બનાવવું જોઈએ. જેમાં દરરોજ 20-20 સ્પેલિંગ, વિરોધી શબ્દો, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ વગેરે બાબતો ઉમેરવી જોઈએ, તો જ ટીપે-ટીપે સરોવર ભરાશે.
            આ બધાની સાથે કરંટ અફેર્સ માટે નિયમિત વર્તમાનપત્ર – છાપું વાંચવાનું ભૂલવું ના જોઈએ અને આવી પરિક્ષાની તૈયારી કરાવતા પુસ્તકો કે મેગેઝીન નું  લવાજમ ભરવું એ આપણું એક પ્રકારનું રોકાણ જ છે!
            અને મિત્રો તમે ધારો તો અત્યારે CTET ની તૈયારી કરવાનો પણ ખૂબ સરસ સમય છે. ટેટ અને CTET માં ઘણો ખરો અભ્યાસક્રમ સરખા જેવો જ છે. હા, CTET માટે આપે જે તે ટોપીક ને હિન્દી અથવા અંગ્રેજી માં સમજવો પડે. પણ જો તમે CTET પાસ થઈ જાવ તો કેન્દ્ર સરકારની શાળાઓમાં નોકરીની તકો પણ વધી જાય!
            આશા રાખું છું કે આ માહિતી આપણે ઉપયોગી થશે. છતાં આપને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેંટમાં પૂછજો, હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ.
We Shall Overcome ………

6 comments:

  1. ટેટ.1 ની તૈયારી માટે ઓનલાઈન સંપૂર્ણઅભ્યાસક્રમ ની લિન્ક મુકોને સર

    ReplyDelete
  2. Good suggestion thanks for suggesting sir

    ReplyDelete
  3. એવી કોઈ એક લિન્ક ન હોય શકે. આપે જે ટોપિક શીખવો હોય તેનું નામ યુ ટ્યુબ પર સર્ચ આપતા તેને લગતા ઘણા બધા વિડીયો આવે, જે ક્રમશ જોતાં આપને ગમે તે ચેનલ નિયમિત જોતાં રહેવી.

    ReplyDelete
  4. tet 1 mate nu aeva koi pustako khra k jema thi aapde purti information mdi ske, koi sara writer nu name ??

    ReplyDelete