D.El.Ed. (PTC)

Thursday, 20 May 2021

SY 1 B Part 3 (કાર્યશાળાઓ/સેમિનાર) MCQ

SY 1 B Part 3 (કાર્યશાળાઓ/સેમિનાર) MCQ


નમસ્કાર મિત્રો,

 આજે આપણે કોર્સ એક બ છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ડી.એલ.એડ. કાર્યક્રમની સફળતા માટે તમારે એટલે કે તાલીમાર્થીઓએ વર્કશોપ - સેમિનાર ની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જરૂરી છે. વર્કશોપના ફેસિલિટેટર અને વર્કશોપ ડાયરેક્ટર વર્કશોપ અંગે ઓરિએન્ટેશન અને માહિતગાર કરશે. વર્કશોપ અથવા તો સેમિનારમાં તાલીમાર્થી જૂથમાં અથવા વ્યક્તિગત રીતે ભાગ લઈ શકે છે, જેથી તાલીમાર્થીના અધ્યાપન કૌશલ્યનો વિકાસ થઈ શકે. તાલીમાર્થી પોતાની પ્રવૃત્તિ અંગે શિક્ષક પ્રશિક્ષકના હાથ નીચે  સુપરવિઝન / માર્ગદર્શનમાં કાર્ય કરશે અને વર્કશોપ અંગે પોતાના સહકાર્યકર સાથે કાર્ય કરવાની તક પણ મળશે. ફેસિલિટેટર દ્વારા તાલીમાર્થીની ભાગ લેવાની તેમજ વિષયવસ્તુની ગુણવત્તાનું મૂલ્યાંકન થશે, જેથી દરેક તાલીમાર્થી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ વર્કશોપમાં ભાગ લેવા માટે પૂર્વ તૈયારી કરીને આવે તે જરૂરી છે. આ ભાગીદારીના ભાગને પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિ તરીકે કહેવામાં આવે છે. વર્કશોપ પછી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને પોસ્ટ વર્કશોપ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે.

 દ્વિતીય વર્ષ માં કરવાના થતાં વર્કશોપ શું વિગતો છે તેની વિગતવાર માહિતી જોઈએ.

સૌપ્રથમ આપણે કાર્યશાળાઓ કે સેમિનારના હેતુઓ જોઈએ. પહેલો હેતુ છે પ્રશિક્ષણાર્થીઓ કાર્યશાળાઓ સેમિનારના માધ્યમથી જૂથમાં અથવા વ્યક્તિગત રીતે ભાગ લેતા થાય. બીજું છે અધ્યાપન કૌશલ્યનો વિકાસ થાય. ત્રીજો હેતુ છે કાર્યશાળાઓ સેમિનાર અંગે પોતાના સહકાર્યકર સાથે કાર્ય કરવાની તક પ્રાપ્ત થશે.

            કાર્યશાળાઓ કે જેને આપણે વર્કશોપ તરીકે ઓળખીએ છીએ તેની વિગતોની ચર્ચા કરીએ તો સૌથી પહેલા દિવસ હશે એમાં પહેલું સેશન હશે એ આપણે મોટાભાગે સ્વાગત પરિચય અને અપેક્ષાનો આદાન-પ્રદાન લોકોની શુ અપેક્ષાઓ છે એના વિશે વાત કરીશું. પછી બીજું સેશન હશે એમાં વર્કશોપ વિશે અને વર્કશોપના ઉદ્દેશ્ય શું છે એની ચર્ચા કરવામાં આવશે. જે સેશન નંબર ત્રણ અને ચાર છે એ ત્રણ અને ચાર સેશનમાં ચર્ચા અને પ્રતિભાવનું અનુભવોનું આદાન-પ્રદાન આપણે કરીશું.

            મિત્રો બીજા દિવસે રચનાવાદી વર્ગખંડ અંગે ચર્ચા અને orientation આપણે કરીશું. બીજા સેશનમાં ખાસ કરીને જીવન કૌશલ્ય એની ચર્ચા કરીશું જેમાં આપણને ખ્યાલ છે WHO એ આપણને 10 જીવન કૌશલ્ય આપ્યા છે એ એની ચર્ચા આપણે ડિટેલમાં કરીશું સાથે નાના જૂથમાં પ્રવૃત્તિ જીવન કૌશલ્ય વિકાસ માટેની પ્રવૃતિઓ અને મૂલ્યાંકન માં ધારાધોરણ માટે શું કરી શકાય એની ચર્ચા પણ આપણે કરીશું. સાથે છેલ્લે બે કલાકમાં ચોથા સેશનની અંદર આપણે નાના જૂથમાં જીવન કૌશલ્ય પ્રવૃત્તિ રજૂઆત પણ કરીશું જેથી કરીને વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા છે તે આપણને જાણી શકાય. મિત્રો જ્યારે આપણે શાળાની વાત કરીએ છીએ ત્યારે શાળામાં શિક્ષક છે એ મેનેજર તરીકેની ભૂમિકા કઈ રીતે ભજવે છે, શાળાકીય અભ્યાસ પ્રવૃત્તિનું આયોજન અને અમલીકરણ કરવા માટે એની કેપેસિટી કેવી છે એ જોવા માટે આપણે એક આખું સેશન લઈશું, એમાં શાળાનાં વિવિધ સાધનોની અને મોનીટરીંગ અને શિક્ષકની ભૂમિકા શું છે એવી ચર્ચા પણ આપણે કરીશું

            વિષય વાર લેશન પ્લાન કેવી રીતે તૈયાર કરાય એની ચર્ચા પણ કરવાની છે અને વ્યક્તિગત અભ્યાસ ની રજૂઆત પણ આપને યાદ કરીશું. મિત્રો ચોથા દિવસે આપણે વિષયવાર લેસન પ્લાન તૈયાર કરીશું જેમાં સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજીના નમુનાના લેસન પ્લાન કઈ રીતે તૈયાર કરવા એ જોવાનું છે. બીજું આપણે વિશિષ્ટ જરૂરીયાતવાળા બાળકો જેને આપણે અંગ્રેજીમાં cwsn કહીએ છીએ તેના સંદર્ભે અવરોધ મુક્ત સુરક્ષિત પર્યાવરણ/વાતાવરણ આપણે કઈ રીતે પૂરું પાડવું એની ચર્ચા કરીશું. છેલ્લે શાળા આધારિત પ્રવૃત્તિ અંગેની ચર્ચા પણ આપણે કરવાની થાય છે.  મિત્રો પાંચમા દિવસે આપણે અધ્યાપન પ્રક્રિયામાં ICT નો ઉપયોગ અને એના orientation અને એની ચર્ચા કરવાની,  કે વર્તમાન સમયમાં ઇન્ટરેક્ટિવ ક્લાસ રૂમ જરૂરી છે તેની ચર્ચા કરીશું. ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારે આપણે સરસ રીતે કરી શકીશું એટલું જ સરસ આપણે આ કામ થશે.

            મિત્રો, એક નવો વિષય આપણા માટે છે તે multigrade અને મલ્ટી લેવલ ટીચિંગ કરીએ છીએ તે વિષય પણ છે.  શાળામાં multigrade અને મલ્ટી લેવલ ટીચિંગ અંગે આયોજન અને સંચાલન કઈ રીતે કરવું એની ચર્ચા પણ આપણે કરીશું. સાતમા દિવસની ચર્ચા આપણે શાળા સમુદાય સાથે ચર્ચા કરવાની છે એટલે કે ટીચરની સાથે અનુભવોનું આદાન-પ્રદાન, શાળા વ્યવસ્થાપન સમિતિની શુ ભૂમિકા છે, શાળા વ્યવસ્થાપન સમિતિમાં જે ભૂમિકા હશે એની ચર્ચા પણ આપણે કરીશું. જેમાં શાળા વિકાસ યોજના શું હોઈ શકે તેની ચર્ચા પણ કરવાની છે સાથે સાથે આપણે એવું પણ યાદ રાખીએ કે સામાજિકતામિતિ - જેને સોસિઓ મેટ્રિક કસોટી કહેવાય છે એ કસોટી વિદ્યાર્થીઓ તૈયાર કરી શકે તો એ કસોટી યાદ કરી અને નાના જૂથમાં કસોટી નું વિશ્લેષણ કરતાં પણ શીખવાનું છે. આપણે છેલ્લા દિવસે તણાવ જેને આપણે ડિપ્રેશન કહે છે તેના વ્યવસ્થાપન અંગે ચર્ચા કરીશું. બાળક છે તેનું સ્વમાન અને આત્મવિશ્વાસના વિકાસ માટે એક શિક્ષક કેવી રીતે મદદરૂપ થશે એની ચર્ચા આપણે કરીશું. છેલ્લા સેશનમાં આપણે બધાનો પ્રતિભાવ માટે શું છે તેના માટેનું રાખીશું. 

No comments:

Post a Comment