D.El.Ed. (PTC)

Wednesday, 9 March 2022

FY SY સમૂહજીવન, ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો 2022

 


    મિત્રો, અહી ઇન્ટર્નશીપ, સમૂહજીવન અને આંતરિક કસોટીઓના મૂલ્યાંકન પત્રકોની એક્સેલ ફાઇલ મુકેલ છે. આ ફાઇલ નેટ પર google sheet માં ખુલશે, જે સૌ પ્રથમ આપે File – download – MS Excel સિલેક્ટ કરી download કરી લેવી. ત્યારબાદ તે ડાઉનલોડ કરેલ ફાઇલને ખોલી તેમાં ઉપરની સાઇડમાં Edit file ઓપ્શન બતાવતું હશે તેમાં Edit આપવાથી તમે તેમાં તમારો ડેટા ઉમેરી શકશો.

            આ પત્રકોમાં આપે માત્ર પીળા કલરના કોલમમાં જ ડેટા એન્ટ્રી કરવાની છે જેથી બાકી બધા ખાનામાં આપોઆપ ગણતરી થઈ જશે. સિટ્નંબર માત્ર પહેલા પત્રકમાં નાખશો એટલે બાકીના બધા પત્રકોમાં આવી જશે.

            આપની કોલેજની જેટલી સંખ્યા હોય તેટલા વિધાર્થીના સીટ ન. નાખી બાકીની રો ડિલીટ કરી નાખશો એટલે છેલ્લી વિગતો આપોઆપ ઉપર આવી જશે.

            પેઇજ સેટિંગ A 4 સાઈઝમાં છે. આથી આપે પેઇઝ કે રો-કોલમમાં કોઈ પણ ફેરફાર ન કરતાં show margin માં જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે.

            સૌ પ્રથમ ઇન્ટર્નશીપના માર્ક્સ તેની શીટમાં એડ કરશો એટલે તે માર્ક આપોઆપ 8.0 પત્રકમાં આવી જશે.

લીલા કલરની કૉલમમાં પ્રથમ પરિક્ષાના અને બ્લૂ કલરની કોલમમાં દ્વિતીય પરિક્ષાના માર્કસ એડ કરી દેશો તેથી દરેકના માર્કસ કન્વર્ટ થઈ જે તે ખાનામાં આવી જશે. પછી આપે દરેક કોર્ષ વાઇઝ દરેક તાલીમાર્થીના ઇન્ટરનલ માર્કસ એડ કરી દેવાથી તેનો સરવાળાઓ પત્રક 8.0 માં આવી જશે.

            પ્રથમ કસોટીના માર્કસ કુલ 25 માંથી ફોર્મુલા છે આથી આપની કોલેજમાં જેટલા માર્કસની પરીક્ષા લીધેલ હોય તેટલા માર્ક્સ AC11 ના ખાનામાં અને દરેક લીલા ખાનામાં (11 નંબરની રો માં ) નાખી ડ્રેક કરવાનું ભુલાઈ નહીં તે ખાસ જોશો.

            દ્વિતીય વર્ષમાં હિન્દી અને સંસ્કૃતનું માર્કિંગ ખાસ ધ્યાન રાખી કરવા વિનંતી.

            દરેક કોર્ષના બંને સત્રના કુલ ગુણના સરવાળામાં જો લાલ બેક ગ્રાઉંડ આવે તો તે તાલીમાર્થી નાપાસ (15 થી ઓછા માર્કસ) થાય છે તેવું થાય, આથી માર્કિંગ ફરીથી ચેક કરી લેવું.

            બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે, છતાં વાર્ષિક મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર મેન્યુલી રીચેક કરી લેવા વિનંતી.

            આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત છે.

 

સમૂહજીવન    FY SY 2022      download


FY ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો  2022          download

SY ઇન્ટર્નશીપ અને આંતરિક મૂલ્યાંકન પત્રકો  2022          download


No comments:

Post a Comment