Sunday, 21 January 2018

વાર્ષિક ગુણાંકન પત્રકો

નમસ્કાર મિત્રો ,
આપની સાથે વાત થયેલ એ મુજબ આ સાથે વાર્ષિક પ્રાયોગિક પરીક્ષાના મૂલ્યાંકન પત્રકો ડાઉનલોડ કરવા માટેની લિન્ક નીચે આપેલ છે.
બધા મૂલ્યાંકન પત્રકો એક્સેલ ફોરમેટમાં છે.
મે A 4 સાઈઝ માં પેજ સિલેક્ટ કર્યું છે. આપ આપના વર્ગની સંખ્યા પ્રમાણે પેજ ચેન્જ કરી શકો છો.
[પ્રિન્ટ પ્રિવ્યૂમાં જઈને માર્જિન સેટ કરવામાં સહેલું પડે છે.]
તાલીમાર્થીઓની સંખ્યા વધારે હોય તો ફોર્મુલા ને ડ્રેક કરી લેશો.
બીજા વર્ષની કોપી કાઢવા તેની બીજી કોપી કરી પેઇજ ઉપરની – ટાઈટલની વિગતો સુધારી લેશો.
પ્રિન્ટ કાઢતા પહેલા પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ લેવું હિતાવહ છે.
મે ગયા વર્ષે આ પત્રકોનો ઉપયોગ કરેલ અને જે કદાચ આપને  પણ ઉપયોગી થાય તે હેતુથી મુકી રહ્યો છું. છતાં પણ એક વિનતી છે કે પ્રિન્ટ કાઢતા પહેલા સરવાળા તેમજ આકડા – શબ્દોમાં ચેક લેવા જેથી તાલીમાર્થીઓને નુકશાન ન જાય.  [હજી પરિક્ષાને વાર હોય અત્યારે જ ટ્રાય કરી લેવી.]
આ પત્રકોમાં અલગ અલગ શિટ્સમાં ટી એલ એમ, શારીરિક શિક્ષણ, કળા શિક્ષણ – ચિત્ર , કળા શિક્ષણ –સંગીત, વાર્ષિક પ્રાયોગિક પાઠ , તેમજ કમ્પ્યુટર પ્રાયોગિક પરીક્ષા સામેલ છે.
સમૂહજીવન અને આંતરિક કસોટી – ઈંટર્નશિપ ના પત્રકો થોડા દિવસમાં મૂકીશ.
આપના પ્રતિભાવો અને સુચનોનું હાર્દિક સ્વાગત છે.
ડો. વિમલ મકવાણા
રાજપીપળા

Friday, 19 January 2018

TLM Gunankan Patrak

Dear Friends,

Here with i am uploading the annual mark sheet for Practical exam of TLM.
Please down load it and check it on PC because some Gujarati Fonts are not seen on Mobile. 
Any suggestion regarding this Patrak is heartily welcome. 
In a few days I will upload the remaining Patraks. So if you find any queries please tell me so that I can improve the other Patraks.

Dr. Vimal Makwana
94269 53055
vml.makwana@gmail.com

Click here to download the TLM Patrak

Friday, 24 November 2017

Exam Form Detail

નમસ્કાર મિત્રો,
હાલ આપણે સૌ પરીક્ષાના ફોર્મ ભરવાની તૈયારી કરી રહયા છીએ ત્યારે અહિયા તાલીમાર્થીઓની પરીક્ષા ફોર્મમાં ભરવાની વિગતોની યાદી આપી છે જે આપની સંસ્થાની સંખ્યા પ્રમાણે કોપી કરાવી તેમા વિગતો ભરી તૈયાર રાખતા ફોર્મ ભરતી વખતે સરળતા રહેશે.
જો આપની પાસે ઉપરોકત વિગતો  એક્સેલ ફાઈલમાં હોય તો તેને વર્ડ સાથે મેઈલ મર્જ કરી નાખતા માહિતી ઝડપથી તૈયાર થઈ જ્શે.
આપના પ્રતિભાવો અને સુચનોનુ સ્વાગત છે.
--- ડૉ. વિમલ મકવાણા


EXAM Form Detail (Word Format)         DOWNLOAD

EXAM Form Detail (PDF Format)          DOWNLOAD

Exam Form Detail
બધી વિગતો અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં  લખવી.
F.Y., D. El. Ed. Seat No.                          રોલ નંબર :

પૂરું નામ :

જાતિ : Male / Female

જન્મ તારીખ:

કેટેગરી:

શારિરીક ખોડ ખાંપણ : હા /  ના

સરનામું  :


ગામ / શહેર :                    પોસ્ટ :                       જી.                  તા. 
              
પીન કોડ :                                             મોબાઈલ નંબર  :

સસ્થામાં પ્રવેશ લીધાની તારીખ :                     હાજર દિવસ :

F.Y. S.Y.

Application No.


Confirmation No.


Birth Date


ઉપરોક્ત ફોર્મને વર્ડ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 



Saturday, 18 November 2017

Resource Room

Resource Room   /   Subject Corner
આપ સૌને ખ્યાલ છે  એમ એન.સી. ટી.ઈ. ના નિયમો  મુજબ હવે આપણે  સૌએ  દરેક વિષ  મુજબ અલગ અલગ રિસોર્સ રૂમ / વિષય કોર્નેર બનાવવાના થાય છે. આથી દ્વારા થોડી  સામાન્ય બાબતો આપના ધ્યાન પર લાવવા માગું છું. અહીંયા  દરેક વિષય મુજબ  કરવાના થતા રિસોર્સ રૂમની યાદી આપવાનો પ્રયત્ન કરું છું. યાદીને વધુ અસરકારક બનાવવા આપના સૂચનો અને પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.

Psyshological Laboratory  ના નેજા હેઠળ યોજી શકાય તેવી પ્રવૃત્તિઓની યાદી
સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ ખરીદીને રાખવી પડે.   મનોવૈજ્ઞાનિક કસોટીઓ તેના ઉત્તરપત્રો અને સૂચનાપત્ર સાથે ખરીદવી.
        ઘણી મનોવૈજ્ઞાનિક કસોટીઓ વારંવાર વાપરી શકાય/ઉપયોગમાં થઈ શકાય તેવી હોય છે.
કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓની યાદી નીચે મુજબ છે
(૧) ડૉ. કે. જી. દેસાઇ રચિત મૂર્ત – અમૂર્ત  સમૂહ બુદ્ધિ કસોટી (I.Q. Test)
(૨) વલણ માપન કસોટી (Apptitude Test)
(૩) અભિયોગ્યતા માપન કસોટી (Apptitude Test)
(૪) રસ સંશોધનિકા (Interest Inventary)
નીચે મુજબની પ્રવૃતિઓ વિદ્યાર્થીઓને આપી શકાય
(૧) વિદ્યાર્થીઓ / તાલીમાર્થીઓનો બુદ્ધિઆંક (I.Q.) શોધવો.
(૨) વિદ્યાર્થીઓનું વલણ માપવું.
(૩) વિદ્યાર્થીઓની અભિયોગ્યતા માપવી.
(૪) વિદ્યાર્થીઓના વિવિધ ક્ષેત્રોના રસ (Interest )જાણવા.
(૫) વિદ્યાર્થીઓની સામાજિક્તામિતિનો આલેખ દોરવો.
(૬) વિદ્યાર્થીઓ / તાલીમાર્થીઓની સામાજિક - આર્થિક (Socio - Economic) પરિસ્થિતિ નક્કી   
      કરવી. આ માટે ડૉ. કે.જી. દેસાઇ રચિત S.E. Status Scale વાપરી શકાય.
(૭)  શાહીના ડાઘા ઓળખવાની અને તેના પરથી ચિત્રની કલ્પના કરવાની પ્રવૃત્તિ.
(૮) અપારદર્શક કાચમાં જોઈ - ખાંચા વાળા રસ્તા પર ટાંકણી ફેરવી નિશ્ચિત સ્થાને પહોંચવાની            પ્રવૃત્તિ.
(૯) લોખંડના ઝરાની મદદથી સમધારણ વક્ર રેખા(Normal Probability Curve)  દોરવાની પ્રવૃત્તિ.
(૧૦) વિવિધ રાજ્યોના ખાચાવાળા પૂંઠાઓં ગોઠવી  ‘ભારત’નો નકશો બનાવવાની પ્રવૃત્તિ.
(૧૧) વિવિધ રંગના ચોરસ ટુકડાઓને ઉઠાવ્યા વિના માત્ર ખસેડીને એક રંગની લાઈન
      બનાવવાની પ્રવૃત્તિ.
(૧૨) જુદા જુદા વ્યાસના કાણા (Holes) માં જુદા જુદા વજનિયા ઝડપથી ગોઠવવાની પ્રવૃત્તિ.
         (Speed Test)
(૧૩) સ્મૃતિ કસોટી (Memory Test) વડે શબ્દો / આંકડાઓ યાદ રાખવા ની પ્રવૃત્તિ.

Language Laboratory માં નીચે મુજબની પ્રવૃત્તિઓ યોજી શકાય
(૧) વિવિધ પ્રકારની રમતો બનાવી તેના દ્વારા શીખવાની પ્રવૃત્તિ
(૨) શબ્દ રચના પ્રવૃત્તિ
(૩) સ્પેલિંગ ગેમ
(૪) કાર્ડ બનાવવાની પ્રવૃત્તિ
(૫) Dialogue Competition
(૬) કાવ્યોની ઓડિયો કેસેટ તૈયાર કરવી
(૭) કાવ્ય માં રસાસ્વાદ માટે વિડિયો કેસેટ તૈયાર કરવી
(૮) નાટ્યકરણ પ્રવૃત્તિ ( ભાષાનો કોઈ એક અંક નાટક દ્વારા શીખવો)
(૯) વકૃત્વ સ્પર્ધા
(૧૦) નિબંધલેખન સ્પર્ધા
(૧૧) હસ્તાક્ષર સ્પર્ધા  અથવા સુલેખન સ્પર્ધા
(૧૨) કાવ્ય સ્પર્ધા
        (નોંધ : સામાન્ય રિતે આપણા પુસ્તકાલયમા મોટા ભાગના પુસ્તકો એમ જ પડ્યા રહેતા હોય તો તાલીમાર્થીઓને તેમનો પરીચય મળી રહે તે માટે દર સપ્તાહે પસંદ કરેલા આશરે દ્સ થી પંદર પુસ્તકો ક્લાસ રુમમા એક ટેબલ પર મૂકી રાખવા જોઈએ. જેથી તાલીમાર્થીઓ જ્યારે પણ ફ્રી પડે ત્યારે તેના પાના ફેરવી તેનો પરીચય મેળવી શકે અને જો તેમા રસ પડે તો તેઓ તેમા ઉંડાણ મા જઈ શકે.)
English Corner માં નીચેની પ્રવૃત્તિઓ યોજી શકાય
        જે તે ધોરણને અનુરુપ અંગ્રેજી શબ્દ્કોશ, અંગ્રેજી વ્યાકરણના પુસ્તકો, ચિત્ર વાર્તાઓ, અંગ્રેજી કવિતાઓ, જોડકણા, જોક્સ, ક્વીઝ, જનરલ નોલેજના પુસ્તકો, અંગ્રેજી કોમિક્સ, કહેવતો અને રુધીપ્રયોગોનો કોશ, જીવન ચરિત્રો, એક્ટિવીટી બુક, એંસાઈક્લોપીડીયા, ભાશા રમતો અંગેના પુસ્તકો, અંગ્રેજી નિબંધમાળા, વર્ણમાળા, અંગ્રેજી બાળ સામાયિકો (ચંપક), વગેરે વસાવી શકાય.

Science Laboratory માં નીચેની પ્રવૃત્તિઓ યોજી શકાય
(૧) વિજ્ઞાન પ્રયોગશાળા માં વિજ્ઞાન મેળા ને લગતી બધી પ્રવૃત્તિઓ યોજી શકાય.
(૨) પૂરક સાધનો બનાવવા.
(૩) ઉપયોગી પ્રયોગો કરવા
(૪) Best from West  ની પ્રવૃતિ
(૫) પદાર્થો ઓળખવાની પ્રવૃત્તિ
(૬) સાધનો ઓળખવાની પ્રવૃત્તિ
(૭) વિવિધ મોડેલ / ચાર્ટ  ચિત્રો / નમૂનાઓ બનાવવાની પ્રવૃત્તિ
(૮) વિશ્વના મહાન વૈજ્ઞાનિકોના ચિત્રો તેના એકઠા કરી શોધો વિશે નોંધ તૈયાર કરવી

Social Science Laboratory માં નીચે મુજબની પ્રવૃત્તિઓ યોજી શકાય
            સોશિયલ સાયન્સનું  ક્ષેત્ર અત્યંત વિશાળ છે જેમાં પર્યાવરણ,  સામાજિક વિજ્ઞાન,  સમાજવિદ્યા જેવા વિષયોનું સમાવેશ થાય છે.
            પ્રત્યક્ષ જાત અનુભવ (First hand learning experience) દ્વારા અને પ્રત્યક્ષ મુલાકાત દ્વારા વિષપને આત્મસાત કરી શકાય
(૨) પર્યાવરણને પ્રદુષિત કરતા એકમો ની મુલાકાત.
(૩) ઐતિહાસિક પાત્રો કે મહોરા બનાવી ઐતિહાસિક ઘટનાનું નિરુપણ કરવું.  
(૪) સાલ અને બનાવોના આલેખો તૈયાર કરવા.  
(૫) જમીનના વિવિધ નમૂનાઓ એકઠા કરવા.  
(૬) વિવિધ પાકો અને સુધારેલા બિયારણ ના નમુના મેળવવા.  
(૭)કોઈ એક કોમ / જાતિ ના લોકોની સંસ્કૃતિનો અભ્યાસ કરવો
    (ઉંડાણના ગામડાના ચૌધરી/ ગામીત / ગાંવિત  વગેરે જાતિના લોકોની પ્રત્યક્ષ મુલાકાત યોજી
    લોકસંસ્કૃતિનો અભ્યાસ કરવો.)
(૮) વિવિધ સ્થેળે યોજાતા મેળાઓનો અભ્યાસ કરવો.  
(૯) નર્મદા બંધની મુલાકાત અને અહેવાલ લેખન ની પ્રવૃત્તિ.  
(૧૦) એક સંસ્થા / કોઇ એક વ્યક્તિનો વ્યક્તિ અભ્યાસ (Case Study) કરવો.  
(૧૧) સ્વાધ્યાય પ્રવૃતિઓની સમાજજીવન પર અસર તપાસણી.


Maths Laboratory માં નીચે મુજબની પ્રવૃત્તિઓ યોજી શકાય
(૧) પાયથાગોરસનો સિદ્ધાંત સમજાવતું સાધન બનાવવું
(૨) (a+b)2 નું વિસ્તરણ સમજાવતું લાકડાનું ઘનનું મોડેલ બનાવવું
(૩) (a+b)3 ના અવયવોને સમજ આપતું લાકડાનું મોડેલ બનાવવું
(૪) Geo board બનાવી ભૂમિતિની વિવિધ આકૃતિઓનો ખ્યાલ આપવો.
(૫) ત્રિકોણના  ક્ષેત્રફળનું સૂત્ર મેળવવાનો ચાર્ટ બનાવવો
(૬) ઘનફળ શોધવાના ગાણિતિક શોધો વિશે નોંધ તૈયાર કરવી.

(૭) વિશ્વના મહાન ગણિત શાસ્ત્રીઓ ના ચિત્રો એકઠા કરી તેની શોધો વિશે નોંધ તૈયાર કરવી

            ઉપરની માહિતીને ડાઉનલોડ કરવા અહી કિલક કરો.