Thursday, 25 March 2021

D.El.Ed. FY, SY શાળા ઈંટર્નશીપ અભ્યાસક્રમ

D.El.Ed. FY, SY શાળા ઈંટર્નશીપ અભ્યાસક્રમનું મોડ્યુલ ડાઉનલોડ કરવા અહી ક્લિક/ટચ કરો.

D.El.Ed. Curriculum Booklet (અભ્યાસક્રમ)

D.El.Ed. Curriculum Booklet (અભ્યાસક્રમ)ની સપૂર્ણ માહિતી ડાઉનલોડ કરવા અહી ક્લિક/ટચ કરો.

FY D.El.Ed. 1 B Unit 3 Part 3 MCQ

FY D.El.Ed. 1 B Unit 3 Part 3 MCQ

નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,

આજે નીચે FY કોર્ષ 1 બ (અધ્યેતા અને મૂલ્યાંકન) ના યુનિટ 2 મૂલ્યાંકનની પ્રવિધિઓ ની MCQ ટેસ્ટ નો ત્રીજો ભાગ આપેલો છે. જે આપ Fill the Form પર ક્લિક/ ટચ કરી આપી શકશો. દરેક તાલીમાર્થીઓ ક્વિઝમાં ભાગ લે, સાચા જવાબો ટીક કરે અને સબમિટ આપે તે ખૂબ જરૂરી છે.

Best of Luck…..

અહી આપેલ ટેસ્ટમાં બ્લ્યુ પ્રિંટની સંકલ્પના, અનૌપચારિક મૂલ્યાંકનના સાધનો જેવા કે ક્રમ માપદંડ (Rating Scale), ઓળખયાદી (Check list), અવલોકન, મુલાકાતનો પરિચય આપવામાં આવ્યો છે. તે ઉપરાંત પરિણામ પૃથક્કરણનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ સમજાવ્યું છે. પારંગતતાની વિવિધ કક્ષાઓ વિશેની વિસ્તૃત માહિતી તાલીમાર્થીઓને માત્ર ડી.એલ.એડ. નહીં પણ વ્યક્તિગત જીવનમાં પણ કામ લાગે તેવી છે. 

ક્રમ માપદંડ (Rating Scale)

અર્થ: મૂલ્યાંકનનું આ એક અનૌપચારિક સાધન/પ્રયુક્તિ છે. અધ્યેતાના તથા વર્તનના કેટલાક બિનવિધાકીય પાસાને જો ક્રમમાપદંડ દ્વારા મૂલવવામાં આવે તો વધુ વિશ્વસનીય બની રહે છે.

અધ્યેતા / વ્યક્તિમાં જુદા-જુદા ગુણ કેટલી માત્રામાં કે પ્રમાણમા વિકસ્યા છે, તેનું બાહ્ય વ્યક્તિ દ્વારા અવલોકન કરીને પદ્ધતિસર નોંધ કરવાની પ્રયુક્તિ કે સાધનને ક્રમમાપદંડ કહે છે.

Where there is an opinion, there is a rating scale. અર્થાત અભિપ્રાયોને આંકડામાં ફેરવી આપવાનું સાધન એટલે ક્રમમાપદંડ.

ક્રમમાપદંડ દ્વારા નીચેના જેવી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

વ્યક્તિત્વના ગુણો : અંતર્મુખી વ્યક્તિત્વ, બહિર્મુખી વ્યક્તિત્વ, પ્રમાણિક્તા, જવાબદારીની સભાનતા, આત્મસુઝ, આત્મવિશ્વાસ, પ્રેમપૂર્વકનો વ્યવહાર વગેરે....

ક્રિયાત્મક કૌશલ્યો : પ્રવૃતિઓ સાધનો વાપરવાના કૌશલ્યો, ગાન કૌશલ્યો, વાતચીતનું કૌશલ્ય, સુંદર હસ્તાક્ષરો વગેરે....

વૈયક્તિક કે સામાજિક અનુકૂલન : પ્રવૃતિ કે અનુકૂલનની બાબતના વિવિધ પાસાઓ

ક્રમામપદંડની રચના :

ક્રમમાપદંડ રચવા માટે સૌ પ્રથમ જે ઉદેશોનું મૂલ્યાંકન કરવાનું હોય તેના મહત્વના લક્ષણો, મુદ્દાઓ કે વિગતો સ્પષ્ટપણે નક્કી કરવામાં આવે છે. મૂલ્યાંકનના આ મુદ્દાઓ ને ઊભી હરોળમાં લખવામાં આવે છે અને ઉપલી આડી હરોળમાં ગુણાત્મક માપ માટેના શબ્દો જેવા કે ઉત્તમ”, “સામાન્ય”, અને “સામાન્યથી ઉતરતું” એમ આગળ-પાછળ ઉમેરવામાં આવે છે. આ પ્રમાણે કોઈ મુદ્દો કે લક્ષણ ત્રણ કે પાંચ બિંદુને ધોરણે (Three or five point scale) મૂલવવામાં આવે છે. જ્યારે કોઈ બાબતના મૂલ્યાંકન કે રેટિંગને વધુ સૂક્ષ્મ બનાવવું હોય ત્યારે પંચબિંદુના બદલે સપ્તબિંદુ, અગિયાર બિંદુ વાળો ક્રમમાપદંડ બનાવવામાં આવે છે. અહી મૂલ્યાંકન માત્ર જે તે ખાનામાં મુદ્દાની સામે ખરા (p) નું  નિશાન મૂકી કરવાનું હોય છે.

પરિણામ પૃથક્કરણનું સ્વરૂપ :

પરિણામ પૃથક્કરનના નમુનામાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.

મથાળે શાળાનું નામ, ધોરણ, વિષય, કસોટી પ્રકાર, પરિક્ષાર્થી સંખ્યા જેવી માહિતી દર્શાવેલ છે.

વર્ગના તમામ અધ્યેતાઓના નામ ક્રમાનુસાર લખવામાં આવે છે.

પ્રથમ હરોળમાં પ્રશ્ન ક્રમાંક, નીચેની બીજી હરોળમાં હેતુ અને તેની નીચે જે તે પ્રશ્નના કુલ ગુણ દર્શાવેલ છે.

કસોટીમાં પૂછયેલા જે તે પ્રશ્નના કુલ ગુણના સંદર્ભના નિયત પારંગતતાના સ્તર મુજબ હેતુ સિદ્ધિના ગુણ નક્કી થાય છે. ધારો કે પ્રશ્નના ગુણ 8 છે અને પારંગતતાનો સ્તર 50% હોય તો જે કોઈ આ પ્રશ્નમાં 4 કે તેથી વધુ ગુણ મેળવે તો તેને હેતુ સિદ્ધિ કરી ગણાય. 4 થી ઓછા ગુણ મેળવનારે હેતુ સિદ્ધિ કરી ન ગણાય. એ જ રીતે જો પરંગતતાનો સ્તર 75% હોય તો 8 માંથી 6 કે તેથી વધુ ગુણ મેળવનાર હેતુસિદ્ધિ કરી ગણાય. અહી આપેલ નમુનામાં 50% પારંગતતાના સ્તરના સંદર્ભમાં માહિતી બતાવેલ છે.  

50% પારંગતતાના સ્તરે હેતુસિદ્ધિ થયેલ છે. ત્યાં મેળવેલ ગુણની પાસેના ખાનામાં p ની નિશાની કરેલ છે. અને હેતુ સિદ્ધિ ન હોય તો × ની નિશાની કરેલ છે.

પ્રત્યેક પ્રશ્ન માટે વર્ગના દરેક અધ્યેતાની હેતુસિદ્ધિની નોંધ કરેલ છે.

નીચે છેલ્લી ત્રણ હરોળમાં પ્રત્યેક હેતુ વાર હેતુ સિદ્ધ કરનાર અધ્યેતાઓની સંખ્યા, હેતુ સિદ્ધ કરનાર અધ્યેતાઓના ટકા અને જો તે હેતુ વર્ગના 50% કે તેથી વધુ અધ્યેતો સિદ્ધ કરી શકયા ન હોય ત્યાં ઉપચારાત્મક શિક્ષણપાત્ર હેતુ બને એટલે ત્યાં લખવામાં આવેલ છે.

કસોટીમે પૂછાયેલા દરેક પ્રશ્નના ગુણ લખાઈ રહ્યા પછી કુલ ગુણના ખાનામાં દરેક પ્રાણમાં મેળવેલ ગુણનો સરવાળો કરેલ છે. ત્યાં છેલ્લી ઊભી બે કોલમમાં જે તે અધ્યેતાએ સિદ્ધ કરેલ અને સિદ્ધ ન કરેલ હેતુઓની સંખ્યા લખેલ છે.

આ પત્રકને આદું જોતાં અધ્યેતા દીઠ વ્યક્તિગત હેતુસિદ્ધિનું ચિત્ર સ્પષ્ટ થાય છે અને આ પત્રક ઊભું જોતાં સમગ્ર વર્ગની જે તે હેતુમાંની સિદ્ધિ જાણી શકાય છે.   


Thursday, 25 February 2021

Digital Diary

 

નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,

            અહી નીચે આપેલ લિન્કમા શ્રી રાજેશકુમાર સોલંકી અને મિત્રો દ્વારા સમગ્ર ગુજરાતનાં ઉધોગ શિક્ષકોની માહિતી એકત્રિત કરી “ડિજિટલ ડાયરી” રૂપે પ્રકાશિત કરી છે તે છે.

            આ ડાયરીમાં શ્રી રાજેશભાઈએ માત્ર ઉધોગ શિક્ષકોની માહિતી જ નહીં પરંતુ પીટીસી નો જે ઇતિહાસ આપ્યો છે તે ખૂબ જ માહિતીપ્રદ અને રોચક છે. જે લોકો ડી.એલ.એડ. (પીટીસી) માં ભણાવતા હોય અને જેને આ અભ્યાસક્રમમાં રસ હોય તથા જે નવા લોકો જોડાયેલા છે તે બધાએ એક વાર શાંતિથી આ વાંચી લેવાની જરૂર છે. હું તો કહું છુ કે તેની પ્રિન્ટ કાઢી લાઈબ્રરીમાં રાખીશું તો પણ તાલીમાર્થીઓને કામ લાગશે.

            ફરી એક વાર આવા સરસ કાર્ય બદલ શ્રી રાજેશભાઈને અભિનંદન......

“ડિજિટલ ડાયરી” બુક ડાઉનલોડ કરવા અહી ક્લિક/ટચ કરો.


FY D.El.Ed. 4 B English Reading Club

 

English Reading Club

          English reading club એ વિધાર્થીઓ અને શિક્ષકોનું એક મંડળ છે જે નિયમિત પણે અલગ-અલગ પ્રકારનું સાહિત્ય વાંચે છે, તેની સમીક્ષા કરે છે અને ચર્ચા કરે છે.

             કોઈ club બનાવવા માટે કે તેને વ્યવસ્થિત ચલાવવા માટે નીચે મુજબના પગથિયા હોય શકે છે.

1.       શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં તમારા મિત્રોને English reading club માં જોડાવવાનું આમંત્રણ આપો.

2.      તેઓના નામ અને મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ, વગેરે બાબતો રજીસ્ટરમાં નોંધો. તેઓ તમારી English reading club ના સભ્યો બનશે.

3.      Club ના સભ્યો સાથે પહેલી મીટિંગનું આયોજન કરો.

4.     પહેલી મીટિંગમાં તમારા સભ્યોને વિવિધ પ્રવૃતિઓ સૂચવવા કહો. તમારા વિચાર પણ રજૂ કરો.

5.     તમારી ક્લબ માટે કેટલાક નિયમો બનાવો. જેવા કે સભ્ય માટેના નિયમો, હાજરીના નિયમો, મીટિંગ – ચર્ચાના નિયમો વગેરે.

6.     કોણ શું કરશે? જવાબદારીને વહેંચો. કેટલાક સભ્યોને વિવિધ માહિતી બધાને પહોચાડવી, ફંક્શન માટે હૉલ કે વર્ગખંડ શણગારવો વગેરે પ્રકારની જવાબદારીઓ સોપો.

7.      ચર્ચા કરી વિવિધ પ્રવૃતિઓનું કામચલાઉ કેલેન્ડર બનાવો. દર મહિને ઓછામાં ઓછી એક અથવા બે પ્રવૃતિઓ અથવા મિટિંગનું આયોજન કરો.

8.     નીચે આપની રીડિંગ ક્લબ માટેની પ્રવૃતિઓ સૂચવી છે. જરૂરિયાત મુજબ તેમાં તમે તમારી રીતે વધારો / ઘટાડો કરી શકો છે.

ü કોઈ એક સભ્ય કોઈ બૂક, લેખ કે વાર્તાની સમીક્ષા રજૂ કરે અને તેના પર ચર્ચા કરે.

ü અંગ્રેજી બુક્સના રિવ્યુ (સમીક્ષા) પ્રકાશિત કરવા. સાહિત્યિક, આધ્યાત્મિક કે શૈક્ષણિક બુક્સ પ્રકાશિત કરવી.

ü બધા સભ્યોને અંગ્રેજીમાં કોઈ એક લેખ, વાર્તા, સમાચાર પત્ર વાંચવા અને તેની ઉપર ચર્ચા કરવા આમંત્રણ આપવું.

ü અંગ્રેજી વાંચન પર નિષ્ણાતોના લેક્ચર્સ અને પરિસંવાદો યોજવા.

ü વાર્તા, સમાચારપત્ર કે કોઈ પણ લખાણનું મુખવાચન કરવું.

ü વાચન અર્થગ્રહણ સ્પર્ધા કે કસોટી યોજવી.

ü ક્લબના બધા સભ્યો માટે વાંચન કૌશલ્યનું સાહિત્ય તૈયાર કરી બધા સભ્યોને વહેચવું. 


ü ઉપરની ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક/ટચ કરો.

Thursday, 4 February 2021

SY Course 4 B (Science) Unit 1 MCQ

SY Course 4 B (Science) Unit 1 MCQ

નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,

આજે નીચે Sકોર્ષ 4 બ (વિજ્ઞાન અને ટેક્નોલૉજી) ના યુનિટ 1 'વિજ્ઞાનની સમજ અને વિજ્ઞાનમાં બાળકોના વિચારો' ની MCQ આપેલી છે. જે આપ Fill the Form પર ક્લિક/ ટચ કરી આપી શકશો. સમગ્ર ગુજરાત કક્ષાએ પ્રથમ દસ કયા તાલીમાર્થીઓની તૈયારી સરસ છે તે જોઈએ. એ માટે વધુમાં વધુ તાલીમાર્થીઓ ક્વિઝમાં ભાગ લે, સાચા જવાબો ટીક કરે અને સબમિટ આપે તે ખૂબ જરૂરી છે. આપ સૌનું પરિણામ પાછળથી વ્હોટ્સ એપ ગ્રુપ પર જણાવીશ.

પ્રવર્તમાન સદી સતત વિસ્તરતા જ્ઞાનની સદી છે. આ સદીમાં માનવે વિકાસની હરણફાળ ભરી છે. જેનું કારણ વિજ્ઞાન અને ટેક્નોલૉજી ગણી શકાય. વિજ્ઞાન થકી આપનું જીવન સરળ બન્યું છે અને વિજ્ઞાને  જ બ્રહ્માંડના વણઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઊંચક્યો છે. વિનોબા તો વિજ્ઞાનને આ દુનિયા ઘડનારી તાકાત ગણાવે છે. દુનિયા ઘડનારી આ તાકાત કે જેનો આપણે પ્રત્યેક ક્ષણે કોઈને કોઈ સ્વરૂપે ઉપયોગ કરતાં રહીએ છીએ. તે આખરે શું ? આપણે તે શા માટે શીખવું અને બાળકોને શા માટે શીખવવું? આ પ્રશ્નોના ઉતારો મેળવવા વિજ્ઞાન અને તેને સંબંધિત વિચારો અને સંકલ્પનાઓની સમજ મેળવવી આવશ્યક છે.



Tuesday, 26 January 2021

FY D.El.Ed. 1 B Unit 2 MCQ

 FY D.El.Ed. 1 B Unit 2 MCQ

નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,

આજે નીચે FY કોર્ષ 1 બ (અધ્યેતા અને મૂલ્યાંકન) ના યુનિટ 2 મૂલ્યાંકનની પ્રવિધિઓ ની On line MCQ ટેસ્ટ આપેલી છે. જે આપ 27/1/2021 ને બુધવારના રોજ સાંજે 4:00 થી 4:45 દરમિયાન Fill the Form પર ક્લિક/ ટચ કરી આપી શકશો. સમગ્ર ગુજરાત કક્ષાએ પ્રથમ દસ કયા તાલીમાર્થીઓની તૈયારી સરસ છે તે જોઈએ. એ માટે વધુમાં વધુ તાલીમાર્થીઓ ક્વિઝમાં ભાગ લે, સાચા જવાબો ટીક કરે અને સબમિટ આપે તે ખૂબ જરૂરી છે. આપ સૌનું પરિણામ પાછળથી બ્લોગ પર જણાવીશ. આપ તેની તૈયારી માટે નીચેની લિંકમાંથી વિડિયોનો ઉપયોગ કરી શકશો.  

FY 1 B Unit 2 (મૂલ્યાંકનની પ્રવિધિઓ) Part 1

https://youtu.be/U7_6ZNTVBBw

FY 1 B Unit 2 (મૂલ્યાંકનની પ્રવિધિઓ) Part 2

https://youtu.be/0TgkMypd8N8

FY 1 B Unit 2 Part 3 (સતત મૂલ્યાંકન)

https://youtu.be/1fW3okhW5LI

FY 1 B Unit 2 Part 4 (અધ્યયન પ્રોફાઇલ અને પોર્ટફોલિયો)

https://youtu.be/qybGKuZzSTU

Best of Luck…..