D.El.Ed. (PTC)

Monday, 28 December 2020

PTC Setu બ્લોગ વિશેનું મંતવ્ય (Opinion about Blog)

 


તાજેતરની ડી.એલ.એડ.ની પરીક્ષામાં ગુજરાત કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવનાર તાલીમાર્થી મિત્ર દ્વારા મોકલેલ બ્લોગ વિશે પોતાના વિચાર. કઈક અંશે તાલીમાર્થીઓને ઉપયોગી થવાનો આનંદ છે. 

આદરણીય
વિમલ મકવાણા સર,

હું તન્મય ગોર તા. ભુજ (જિ.કચ્છ) ગત ઓક્ટોબર માસ માં યોજાયેલી ડી.એલ.એડ એક્ઝામ માં ૯૨.૮૩% સાથે મારા જિલ્લા કચ્છ માં પ્રથમ તથા સમગ્ર રાજ્ય ગુજરાત માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. સ્વપ્નો જોવા મનુષ્ય માત્ર નો અધિકાર છે,પરંતુ સ્વપ્ન જ્યારે સોને મઢી સંકલ્પ થી સિદ્ધિની સફરમાં નીકળે છે ત્યારે ઘણાં સમીકરણો રચાય છે.વર્તમાનમાં કોરોના ના સમયમાં મારા સંકલ્પ થી સિદ્ધિ સુધીના સફરમાં ઉંચી ઉડાન ભરવાની હિંમત અને કોન્ફિડન્સ આપશ્રી સાહેબ ના બ્લોગ એ પણ એક પરિમાણ છે. પરીક્ષા સમયે અપલોડ થતા વિવિધ ડાયેટ કોલેજોના બધા વિષય ના પ્રશ્નપત્રો પરીક્ષાના અગાઉના દિવસે વાંચન સમયે ખૂબ જ મદદરૂપ બને છે. વાત ફક્ત પ્રશ્નપત્રોની જ નથી તમારા ptc setu blog પર સરળતાથી તમામ મોડ્યુલ્સ ના વિષય વાર વિડિયો દ્વારા આપવામાં આવતું પરોક્ષ શિક્ષણ ખરેખર ખૂબ જ અસરકારક સાબિત થાય છે જેનો હું સાક્ષી છું. વિષયવસ્તુ પૂર્ણ થતાં અંતે છેલ્લે પરીક્ષા રૂપી જોવા મળતા MCQs ઊંડા અભ્યાસ ને સાર્થક બનાવવામાં મદદરૂપ બને છે. સાહેબ શ્રી તમારા બ્લોગ પર આવતા રોજ અપડેટ ના કારણે અભ્યાસ સરળતાથી થાય છે તથા અંતે ભણવાનો બોજો ઓછો થતો જોવા મળે છે. આપની અથાક મહેનત અને યશસ્વી કામગીરી બદલ હું આપનો જીવનભર ઋણી રહીશ.

આવનાર વર્ષોમાં વધુને વધુ વિદ્યાર્થીના સ્વપ્નોને આપના થકી સોનેરી પાંખો મળતી રહેશે એવો મારો વિશ્વાસ છે બિનસ્વાર્થી સુંદર અને યશસ્વી કામગીરી બદલ ફરી ફરી આપનો આભાર.

તન્મય ગોર
ભુજ (કચ્છ)

Sunday, 27 December 2020

Wednesday, 23 December 2020

SY D.El.Ed. Result 2020

 મિત્રો, 

નીચેની લિંકમાં ડી.એલ.એડ. ના બીજા વર્ષનું પરિણામ મુકેલ છે. જે આપની અનુકૂળતા માટે કરેલ છે. અંતિમ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલ માનવું. 

પરિણામ જોવા જે તે નામની લિન્ક પર ટચ/ક્લિક કરો. 

SY D.El.Ed. 2020 Result College wise

SY D.El.Ed. 2020 Result All Gujarat Rank wise

SY D.El.Ed. 2020 Result Top Ten



Sunday, 13 December 2020

Monday, 7 December 2020

SY D.El.Ed. 4 A Maths Unit 1 MCQ

SY D.El.Ed. Maths Unit 1 MCQ



Join Whatsapp  or Telegram Group by clicking on its symbol for more information.  


Monday, 30 November 2020

દ્વિતીય વર્ષ વાર્ષિક પરીક્ષા પેપર્સ 2020

 

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા 2020 માં લેવાયેલ દ્વિતીય વર્ષ ડી. એલ. એડ. (પી.ટી.સી.) વાર્ષિક 

પરિક્ષાના પેપેર્સ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.      DOWNLOAD

Thursday, 26 November 2020

Sunday, 22 November 2020

Friday, 6 November 2020

Monday, 2 November 2020

Friday, 16 October 2020

Tuesday, 6 October 2020

Friday, 2 October 2020

Saturday, 26 September 2020

Tuesday, 22 September 2020

Saturday, 19 September 2020

Thursday, 17 September 2020

Monday, 31 August 2020

Friday, 26 June 2020

FY Prelim Papers 2020 Anand Dis.

નમસ્કાર મિત્રો,

આ સાથે નીચેની લિન્ક પર આણંદ જિલ્લા ડી.એલ.એડ. સંકૂલ   ખાતેથી    શ્રી દિલીપભાઇ વાધેલાએ મોકલેલ FY . D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ  સમગ્ર સ્ટાફનો આભારી છું.

FY Prelim Papers 2020 Anand Dis. Download

SY Prelim Papers 2020 Anand Dis.

નમસ્કાર મિત્રો,

આ સાથે નીચેની લિન્ક પર આણંદ જિલ્લા ડી.એલ.એડ. સંકૂલ   ખાતેથી    શ્રી દિલીપભાઇ વાધેલાએ મોકલેલ SY . D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ  સમગ્ર સ્ટાફનો આભારી છું.

SY Prelim Papers 2020 Anand Dis. Download 

Saturday, 13 June 2020

Tuesday, 26 May 2020

બુદ્ધિ (MCQ)


Hello friends, આ સાથે એક નવી માઈક્રોસોફ્ટ ફોર્મ્સમાં ક્વિઝ બનાવેલ છે જે ટેટ 1 અને 2 તથા ટાટ તેમજ HTAT જેવી ઓપન એક્ઝામ માં ખૂબ જ જરૂરી છે. જેમાં બધા પ્રશ્નો ફરજિયાત છે. બધા પ્રશ્નોના જવાબ ટીક થઈ જાય પછી Submit આપવું.
Submit આપ્યા પછી View results પર ક્લિક કરતાં ઉપર જમણી બાજુ Points લખેલું હશે જે તમારા સાચા જવાબ બતાવશે. જો તમારે પ્રશ્ન મુજબ સાચું/ખોટું જોવું હોય તો ક્વિઝ ને નીચે સ્ક્રોલ કરતાં તે તમને દરેક પ્રશ્ન મુજબ જવાબ બતાવશે. જો તમે મોબાઇલમા જોતાં હશો તો તેમાં Fill out the form પર ક્લિક/ ટચ કરતાં ક્વિઝ ખૂલી જશે. બધા પ્રશ્નો ટીક કરી સબમિટ આપશો તો જ તમે તમારું રિઝલ્ટ જાણી શકશો.

Thursday, 21 May 2020

SY D.El.Ed. Course 1 A Unit 1 Part 1


Hello friends, આ સાથે એક નવી માઈક્રોસોફ્ટ ફોર્મ્સમાં ક્વિઝ બનવાવનો પ્રયત્ન કરેલ છે. જેમાં બધા પ્રશ્નો ફરજિયાત છે. બધા પ્રશ્નોના જવાબ ટીક થઈ જાય પછી Submit આપવું.
Submit આપ્યા પછી View results પર ક્લિક કરતાં ઉપર જમણી બાજુ Points લખેલું હશે જે તમારા સાચા જવાબ બતાવશે. જો તમારે પ્રશ્ન મુજબ સાચું/ખોટું જોવું હોય તો ક્વિઝ ને નીચે સ્ક્રોલ કરતાં તે તમને દરેક પ્રશ્ન મુજબ જવાબ બતાવશે. જો તમે મોબાઇલમા જોતાં હશો તો તેમાં Fill out the form પર ક્લિક/ ટચ કરતાં ક્વિઝ ખૂલી જશે. બધા પ્રશ્નો ટીક કરી સબમિટ આપશો તો જ તમે તમારું રિઝલ્ટ જાણી શકશો.

Tuesday, 12 May 2020

SY D.El.Ed. Course 3 B Eng. Unit 4 Part 2 MCQ


આપે બધા પ્રશ્નોનાં જવાબ આપ્યા બાદ SUBMIT આપવું જરૂરી છે, તો જ તમે તમારું રિઝલ્ટ જાણી શકશો.

Tuesday, 5 May 2020

SY D.El.Ed. Course 3 B Eng. Unit 3 MCQ

Hello friends, આ સાથે એક નવી પદ્ધતિ મુજબ ક્વિઝ બનવાવનો પ્રયત્ન કરેલ છે. જેમાં બધા પ્રશ્નો ફરજિયાત છે. બધા પ્રશ્નોના જવાબ ટીક થઈ જાય પછી Submit આપવું.
Submit આપ્યા પછી View results પર ક્લિક કરતાં ઉપર જમણી બાજુ Points લખેલું હશે જે તમારા સાચા જવાબ બતાવશે. જો તમારે પ્રશ્ન મુજબ સાચું/ખોટું જોવું હોય તો ક્વિઝ ને નીચે સ્ક્રોલ કરતાં તે તમને દરેક પ્રશ્ન મુજબ જવાબ બતાવશે. જો તમે મોબાઇલમા જોતાં હશો તો તેમાં Fill out the form પર ક્લિક/ ટચ કરતાં ક્વિઝ ખૂલી જશે.

Saturday, 2 May 2020

SY D.El.Ed. Course 3 B Eng. Unit 2 MCQ

Hello friends, આ સાથે એક નવી પદ્ધતિ મુજબ ક્વિઝ બનવાવનો પ્રયત્ન કરેલ છે. જેમાં બધા પ્રશ્નો ફરજિયાત છે. બધા પ્રશ્નોના જવાબ ટીક થઈ જાય પછી Submit આપવું.
Submit આપ્યા પછી View results પર ક્લિક કરતાં ઉપર જમણી બાજુ Points લખેલું હશે જે તમારા સાચા જવાબ બતાવશે. જો તમારે પ્રશ્ન મુજબ સાચું/ખોટું જોવું હોય તો ક્વિઝ ને નીચે સ્ક્રોલ કરતાં તે તમને દરેક પ્રશ્ન મુજબ જવાબ બતાવશે. જો તમે મોબાઇલમા જોતાં હશો તો તેમાં Fill out the form પર ક્લિક/ ટચ કરતાં ક્વિઝ ખૂલી જશે.  

Thursday, 30 April 2020

SY Prelim Papers 2020 CN A'bad

નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર શેઠ સી.એન.તાલીમી વિધાલય, આંબાવાડી, અમદાવાદ - 6  ખાતેથી શ્રીભગવાનભાઇ પટેલે   મોકલેલ SY  D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યશ્રી  તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.

SY Prelim Papers 2020 CN A'bad   DOENLOAD

Monday, 27 April 2020

ટેટ 1& 2 ની તૈયારી અંગે


કેમ છો તાલીમાર્થી મિત્રો,
            આપ સૌ બ્લોગનો નિયમિત ઉપયોગ કરો છો તે આપની કોમેંટ્સ પરથી જાણવા મળી રહ્યું છે અને આપની જરૂરિયાત અને સૂચનોનો બ્લોગમાં સમાવેશ કરવાનો પૂરતો પ્રયત્ન કરું છુ.
            થોડા સમયથી TET વિશેની પૂછપરછ વધુ આવી રહી છે.
            મિત્રો, આપ સૌને ખ્યાલ છે એમ હાલમાં માત્ર ડી.એલ.એડ. સારા ટકાએ પાસ થવું પૂરતું નથી પરંતુ સાથે સાથે ટેટ માં પણ સારા ટકા જોઈએ, તો જ આપણું મેરીટ ઊંચું – સારું થઈ શકે અને નોકરીના ચાન્સ વધી શકે.
            
            સૌ પ્રથમ આપણે નોકરી માટે જરૂરી મેરીટ જોઈ લઈએ.
            ધો. 12 ના 20%,     ડી.એલ.એડ. ના 25%,     સ્નાતકના  05% તથા      ટેટ 1 ના 50%
            હવે ઉપરના મેરીટ પ્રમાણે ગણતરી કરીએ તો અનુક્રમે ધો. 12 અને ડી.એલ.એડ. બંને કરતાં ટેટ 1 નું મેરીટ ડબલ છે. તો શું આપણે ધો.12 અથવા ડી.એલ.એડ. માં જે મહેનત કરીએ છીએ તેના કરતાં ટેટ 1 ની તૈયારી માટે ડબલ મહેનત કરીએ છીએ ખરા?
            ભૂલ અહિયાં જ થાય છે અને પછી આપણે જ ફરિયાદ કરીએ છી કે PTC પછી નોકરી ક્યાં મળે છે!
            તાલીમાર્થીઓ, મે તમને અગાઉ કહ્યું તેમ આપણી પાસે અત્યારે સરસ સમય છે, જો તમે ધારો તો હાલ ધો. 1 થી 8 ના વિષય વસ્તુની ખૂબ સરસ તૈયારી કરી શકો છો. આપ FY માં હોય કે SY માં, ટેટ 1 તો પાસ કરવાની જ છે તો શું એવું ન થઈ શકે કે કોઈ પણ વિષયનો એક ટોપીક લઈ તેના વિષે બધી જ જાણકારી મેળવી અને જૂના પેપર્સમાંથી તેના બધા જ પ્રશ્નો સોલ્વ કરી દઈએ?
            દા.ત. સૌથી સહેલું ઉદા. લઈએ તો મોટા ભાગે દરેક પેપર્સમાં શબ્દોની શબ્દકોશ પ્રમાણે ગોઠવણીના લગભગ બે પ્રશ્નો તો હોય જ છે, તો આપણે વાંચીને કે પછી યુ ટ્યુબ પરના વિડિયોમાંથી શબ્દકોશ પ્રમાણે શબ્દો કેવી રીતે ગોઠવવા તેની સંપૂર્ણ માહિતી લઈ તેમાં પૂછાતા બધા જ પ્રકારના પ્રશ્નો વિષે પ્રેકટીશ કરી લઈએ તો આપણે પૂરા માર્કસ મેળવી શકીએ. ટૂંકમાં તમે જે ટોપીક હાથમાં લો તેના વિષે સંપૂર્ણ માહિતી એકઠી કરી પાકી કરી લેવાની છે.
            આવું જ ગણિતમાં પણ થઈ શકે. ધારો કે લ.સા.અ. - ગુ.સા.અ. નું ચેપ્ટર તમે સોલ્વ કર્યું પણ પરીક્ષામાં તેના દાખલા સીધા જ ન પૂછાતા ફેરવી ને પૂછે છે. (બે નળ માંથી આવતું પાણી – કેટલી વાર માં ટાંકી ભરાય) તો લ.સા.અ. - ગુ.સા.અ. માત્ર સોલ્વ ન કરતાં આવા દાખલા પણ અગત્યના છે અને તેના પર પકડ આવી જાય પછી તમારે તેની શોર્ટ કટ કી પણ શીખવી જરૂરી છે જેથી આપ ઓછા સમય માં દાખલા ગણી શકો.
            સામાન્ય જ્ઞાનમાં ભારતના રાજ્યો- તેના પાટનગર – તેની ભાષા વગેરે ક્યારેય બદલાવવાના નથી. એવી જ રીતે ભારત કે ગુજરાતની નદીઓ, મેળાઓ વગેરે લગતી બાબતો ને પણ એક વાર યાદ રાખી તેનું સમયાંતરે રિવિઝન જ જરૂરી છે. તેથી જો એકવાર તેની સારી મહેનત કરી નાખીએ તો આવ પ્રકારના પ્રશ્નો આખી જીંદગી ઉપયોગી થઈ શકે.
            અંગ્રેજીમાં આર્ટીકલ શીખ્યા તો તેની બધા જ પ્રકારની ખાલી જગ્યા જોઈ લેવી જોઈએ.
            બની શકે તો દરરોજનું ટાઈમ ટેબલ / ટાર્ગેટ બનાવવું જોઈએ. જેમાં દરરોજ 20-20 સ્પેલિંગ, વિરોધી શબ્દો, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ વગેરે બાબતો ઉમેરવી જોઈએ, તો જ ટીપે-ટીપે સરોવર ભરાશે.
            આ બધાની સાથે કરંટ અફેર્સ માટે નિયમિત વર્તમાનપત્ર – છાપું વાંચવાનું ભૂલવું ના જોઈએ અને આવી પરિક્ષાની તૈયારી કરાવતા પુસ્તકો કે મેગેઝીન નું  લવાજમ ભરવું એ આપણું એક પ્રકારનું રોકાણ જ છે!
            અને મિત્રો તમે ધારો તો અત્યારે CTET ની તૈયારી કરવાનો પણ ખૂબ સરસ સમય છે. ટેટ અને CTET માં ઘણો ખરો અભ્યાસક્રમ સરખા જેવો જ છે. હા, CTET માટે આપે જે તે ટોપીક ને હિન્દી અથવા અંગ્રેજી માં સમજવો પડે. પણ જો તમે CTET પાસ થઈ જાવ તો કેન્દ્ર સરકારની શાળાઓમાં નોકરીની તકો પણ વધી જાય!
            આશા રાખું છું કે આ માહિતી આપણે ઉપયોગી થશે. છતાં આપને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેંટમાં પૂછજો, હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ.
We Shall Overcome ………

Wednesday, 15 April 2020

D.El.Ed. પરીક્ષા 2020 હાલ પૂરતી મોકૂફ રાખવા અંગે

રાજ્ય પરીક્ષા બોર્ડે ડી.એલ.એડ. ના બંને વર્ષની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખેલ છે. સ્થિતી સામન્ય થતાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.

પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. DOWNLOAD



Monday, 13 April 2020

F.Y., D.El.Ed. Course 7 Video by GCERT



માનનીય જોષી સાહેબની સૂચનાથી ડી.એલ.એડ. પ્રથમ વર્ષના કોર્ષ 7 કમ્પ્યુટર વિષયના કુલ 21 વિડીયો નીચેની લિન્કમાં આપેલ છે, જે જોવા, બધા તાલીમાર્થીઓ સુધી પહોચડવા વિનંતી.

D.El.Ed. First Year course 7 Video By GCERT


Sunday, 12 April 2020

વાર્ષિક પરીક્ષા બાબતે

તાલીમાર્થી મિત્રો,
આપના દ્વારા સતત ડી.એલ.એડ. ની પરીક્ષા બાબતમાં પુછવામાં આવી રહ્યું છે.
પરંતુ આ બાબત શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ સાથે જોડાયેલ હોય અને હાલના સંજોગો જોતાં રાજ્ય સરકાર લોક ડાઉન વિશે શું નિર્ણય લે છે તે બાબત પર પરીક્ષાની તારીખોનો આધાર છે.

મોટા ભાગે 15 કે 16 તારીખે જે તે વિભાગ દ્વારા આ નિર્ણય લેવાશે, જે હું આપણે જાણ કરીશ.

હાલના સંજોગો મુજબ મોટાભાગે 20 એપ્રિલ થી શરૂ થનારી પરીક્ષા પાછળ ઠેલાય શકે છે.

મારૂ અંગત માનવું છે કે જે પરીક્ષાઓના માર્ક્સ  ભવિષ્યમાં મેરીટ માટે ગણતરીમાં લેવાના હોય તેમાં માસ પ્રમોશન ન આપી શકાય, એટલે આપની અનુકૂળતાએ ધીમે ધીમે પણ પરિક્ષાની તૈયારી શરૂ રાખશો.

કંટાળો આવતો હોય તો ચેન્જ માટે TET કે CTET જેવી પરીક્ષાઓની પણ સાથે સાથે તૈયારી શરૂ કરી શકાય.
ઘરે રહો - સુરક્ષિત રહો 

Monday, 23 March 2020

Std. 7 Arrange the sentences in a proper order.


Learning Outcomes : ઘટના તેમજ વાર્તાના પાત્રોની લાક્ષણિકતા, સ્થળો અને ઘટનાક્રમની વિગતો તારવે છે. (આપેલી ઘટનાઓને ડ્રેગ કરી તેના ક્રમમાં ગોઠવવાની છે, છેલ્લે નીચે આપેલ CHECK દબાવશો એટ્લે તમારું રિઝલ્ટ બતાવશે. મોબાઇલમા રમતા તો ફોન ત્રાસો કરશો તો મજા આવશે.) આપના પ્રતિભાવો આપશો તો ગમશે.

FY Prelim Papers 2020 M L Doshi SURE'NAGAR

નમસ્કાર મિત્રો,

આ સાથે નીચેની લિન્ક પર શ્રી એમ. એલ. દોશી અધ્યાપન મંદિર, સુરેન્દ્રનનગર  ખાતેથી શ્રી વી.કે.ઝાલાએ મોકલેલ   SY . D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યાશ્રી અલકાબેન તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.


FY Prelim Papers 2020 M L Doshi SURE'NAGAR      DOWNLOAD

SY Prelim Papers 2020 M L Doshi SURE'NAGAR

નમસ્કાર મિત્રો,

આ સાથે નીચેની લિન્ક પર શ્રી એમ. એલ. દોશી અધ્યાપન મંદિર, સુરેન્દ્રનનગર  ખાતેથી શ્રી વી.કે.ઝાલાએ મોકલેલ   SY . D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યાશ્રી અલકાબેન તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.


SY Prelim Papers 2020 M L Doshi SURE'NAGAR     DOWNLOAD


Tuesday, 17 March 2020

FY Prelim Papers 2020 BORKHADI - TAPI

નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી, જી. તાપી  ખાતેથી શ્રી પ્રતિકભાઇએ  મોકલેલ FY  D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યાશ્રી  તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.

FY Prelim Papers 2020 BORKHADI - TAPI      DOWNLOAD

SY Prelim Papers 2020 BORKHADI - TAPI



નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી, જી. તાપી  ખાતેથી શ્રી પ્રતિકભાઇએ  મોકલેલ SY  D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ આચાર્યાશ્રી  તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.


SY Prelim Papers 2020 BORKHADI - TAPI     DOWNLOAD


FY Prelim Papers 2020 RAJPIPLA

નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતેથી શ્રી સી.વી.વસાવાએ મોકલેલ FY  D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ શ્રી સી.વી.વસાવા તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.


FY Prelim Papers 2020 RAJPIPLA DOWNLOAD

Monday, 16 March 2020

SY Prelim Papers 2020 RAJPIPLA

નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતેથી શ્રી સી.વી.વસાવાએ મોકલેલ SY  D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ શ્રી સી.વી.વસાવા તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.


SY Prelim Papers 2020 RAJPIPLA  DOWNLOAD    NEW

Monday, 9 March 2020

FY Prelim Papers 2020 H K A'bad.

નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર શ્રી એચ.કે. પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજ, નવરંગપુરા, અમદાવાદ ખાતેથી શ્રી નિલેશભાઇ પટેલે મોકલેલ FY  D. El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ શ્રી કિરીટભાઇ, નિલેશભાઇ તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.


FY Prelim Papers 2020 H K A'bad.      DOWNLOAD.

Sunday, 8 March 2020

SY Prelim Papers 2020 H K A'bad.

નમસ્કાર મિત્રો,
આ સાથે નીચેની લિન્ક પર શ્રી એચ.કે. પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજ, નવરંગપુરા, અમદાવાદ ખાતેથી શ્રી કિરીટભાઇ પટેલે મોકલેલ SY  D.El. Ed. ના પ્રિલિમ 2020 ના પેપર્સ સામેલ છે  જે આપ ડાઉનલોડ કરી તાલીમાર્થીઓને પ્રેકટીશ માટે આપી શકો છો. આ પેપર્સ સમગ્ર ગુજરાતના તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોકલવા બદલ શ્રી કિરીટભાઇ તથા સમગ્ર સ્ટાફનો આભારી છું.

SY Prelim 2020 HK A'bad    DOWNLOAD


Sunday, 16 February 2020

FY SY Intership+Course 1-6


મિત્રો, આ સાથે નીચેની લિંકમાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની ઈંટરનશીપ તેમજ કોર્ષ 1 થી 5/6 ના આંતરિક માર્કસના પત્રકો મુકેલ છે. જેમાં આપે આપની કોલેજમાં પ્રથમ પરીક્ષા જેટલા માર્કસની લીધેલ હોય તે ફોર્મુલામાં નાખવાથી તેના 5 અથવા 10 માર્કસમાં આપોઆપ ગણતરી થઈ જાશે અને તે માર્કસ છેલ્લા પત્રકમાં પણ મુકાય જશે. સાથે સાથે પહેલા આપ જો ઈંટરશિપના માર્કસ add કારી દેશો તો તે માકર્સ પણ 8.0 માં આપોઆપ આવી જશે. બીજુ કે પેઇઝ સેટિંગ A 4 છે, આથી આપે પેઝમાં ફેરફાર ન કરતાં show marjin માં જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે. પ્રથમ વર્ષમાં દ્વિતીય સત્રમાં કોર્ષ 3 અને 6 બંને 70 માર્કસનું હોય ફોર્મુલામાં ભાગ્યા 70 કરવા. તેવી જ રીતે દ્વિતીય વર્ષ માટે હિન્દી અને સંસ્કૃતના માર્કસ પણ ચેક કરી ફોર્મુલામાં નાખશો. બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે છતાં વાર્ષિક મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકશાન ન જાય એટલા માટે એક વાર ચેક કરી લેવા વિનંતી. ડેટા એન્ટ્રી માટે એક વિડીયો મૂક્યો છે તે જોઈ લેશો તો વધુ સરળતાથી કામ કરી શકસો. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.

  FY SY Intership + Course 1 to 5/6 DOWNLOAD

સમૂહજીવન મૂલ્યાંકન 2020


મિત્રો, નીચેની લિન્ક પરથી આપ સમૂહજીવન માટેના પત્રકની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. જેમાં આપ પત્રક 1.1 માં તાલીમાર્થીઓના સીટ નમ્બર્સ અને મુદ્દા 1 થી 9 મુજબ માર્ક્સ એન્ટર કરશો એટલે પત્રક 1.0 આખું આપોઆપ ભરાય જાશે અને તે માર્કસ પણ શબ્દોમાં લખાઈ જાશે. આશા રાખું છું કે આપ ને ઉપયોગી થશે.

 સમૂહજીવન (આંતરિક) 2020 DOWNLOAD

Tuesday, 28 January 2020

વાર્ષિક ગુણાંકન પત્રકો 2020

મિત્રો,
નીચે આપેલી લિન્ક પરથી આપ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ વાર્ષિક ગુણાંકન પત્રકો ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી જરૂરી ફેરફારો કરી ઉપયોગ કરી શકો છો.

વાર્ષિક ગુણાંકન પત્રકો 2020      DOWNLOAD