Resource Room / Subject
Corner
આપ સૌને ખ્યાલ છે એમ એન.સી. ટી.ઈ. ના નિયમો મુજબ હવે આપણે
સૌએ દરેક વિષય મુજબ અલગ
અલગ રિસોર્સ
રૂમ / વિષય કોર્નેર બનાવવાના થાય છે. આથી આ દ્વારા થોડી સામાન્ય બાબતો આપના ધ્યાન પર લાવવા માગું છું. અહીંયા દરેક વિષય મુજબ કરવાના થતા રિસોર્સ રૂમની યાદી આપવાનો પ્રયત્ન કરું છું. આ યાદીને વધુ
અસરકારક બનાવવા આપના સૂચનો અને પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.
Psyshological Laboratory ના
નેજા હેઠળ યોજી શકાય તેવી પ્રવૃત્તિઓની યાદી
સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ ખરીદીને રાખવી પડે. આ મનોવૈજ્ઞાનિક
કસોટીઓ તેના ઉત્તરપત્રો અને સૂચનાપત્ર સાથે ખરીદવી.
ઘણી મનોવૈજ્ઞાનિક કસોટીઓ વારંવાર વાપરી શકાય/ઉપયોગમાં થઈ શકાય તેવી હોય છે.
કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓની યાદી નીચે મુજબ છે
(૧) ડૉ. કે. જી. દેસાઇ રચિત મૂર્ત – અમૂર્ત સમૂહ બુદ્ધિ કસોટી (I.Q. Test)
(૨) વલણ
માપન કસોટી (Apptitude Test)
(૩) અભિયોગ્યતા માપન કસોટી (Apptitude Test)
(૪) રસ સંશોધનિકા (Interest Inventary)
નીચે મુજબની પ્રવૃતિઓ વિદ્યાર્થીઓને આપી શકાય
(૧) વિદ્યાર્થીઓ
/
તાલીમાર્થીઓનો
બુદ્ધિઆંક (I.Q.) શોધવો.
(૨) વિદ્યાર્થીઓનું વલણ માપવું.
(૩) વિદ્યાર્થીઓની અભિયોગ્યતા માપવી.
(૪) વિદ્યાર્થીઓના વિવિધ ક્ષેત્રોના રસ (Interest )જાણવા.
(૫) વિદ્યાર્થીઓની સામાજિક્તામિતિનો આલેખ દોરવો.
(૬) વિદ્યાર્થીઓ / તાલીમાર્થીઓની સામાજિક - આર્થિક (Socio - Economic) પરિસ્થિતિ નક્કી
કરવી. આ માટે ડૉ. કે.જી. દેસાઇ રચિત S.E. Status Scale વાપરી શકાય.
(૭) શાહીના ડાઘા ઓળખવાની અને તેના પરથી ચિત્રની કલ્પના કરવાની પ્રવૃત્તિ.
(૮) અપારદર્શક કાચમાં જોઈ - ખાંચા વાળા રસ્તા પર ટાંકણી ફેરવી નિશ્ચિત સ્થાને પહોંચવાની પ્રવૃત્તિ.
(૯) લોખંડના ઝરાની મદદથી સમધારણ વક્ર રેખા(Normal Probability Curve) દોરવાની પ્રવૃત્તિ.
(૧૦) વિવિધ
રાજ્યોના ખાચાવાળા પૂંઠાઓં ગોઠવી ‘ભારત’નો નકશો બનાવવાની પ્રવૃત્તિ.
(૧૧) વિવિધ રંગના ચોરસ ટુકડાઓને ઉઠાવ્યા વિના માત્ર ખસેડીને એક જ રંગની લાઈન
બનાવવાની પ્રવૃત્તિ.
(૧૨)
જુદા
જુદા વ્યાસના કાણા (Holes) માં જુદા જુદા વજનિયા ઝડપથી ગોઠવવાની પ્રવૃત્તિ.
(Speed Test)
(૧૩) સ્મૃતિ કસોટી (Memory Test) વડે શબ્દો / આંકડાઓ યાદ રાખવા ની પ્રવૃત્તિ.
Language Laboratory માં નીચે મુજબની પ્રવૃત્તિઓ યોજી શકાય
(૧)
વિવિધ પ્રકારની રમતો બનાવી તેના દ્વારા શીખવાની પ્રવૃત્તિ
(૨) શબ્દ રચના પ્રવૃત્તિ
(૩) સ્પેલિંગ ગેમ
(૪) કાર્ડ બનાવવાની પ્રવૃત્તિ
(૫) Dialogue Competition
(૬) કાવ્યોની
ઓડિયો કેસેટ તૈયાર કરવી
(૭) કાવ્ય માં રસાસ્વાદ માટે વિડિયો કેસેટ તૈયાર કરવી
(૮) નાટ્યકરણ પ્રવૃત્તિ ( ભાષાનો કોઈ એક અંક નાટક દ્વારા શીખવો)
(૯) વકૃત્વ સ્પર્ધા
(૧૦) નિબંધલેખન સ્પર્ધા
(૧૧) હસ્તાક્ષર
સ્પર્ધા અથવા સુલેખન સ્પર્ધા
(૧૨) કાવ્ય સ્પર્ધા
(નોંધ
: સામાન્ય રિતે આપણા પુસ્તકાલયમા મોટા ભાગના પુસ્તકો એમ જ પડ્યા રહેતા હોય તો
તાલીમાર્થીઓને તેમનો પરીચય મળી રહે તે માટે દર સપ્તાહે
પસંદ કરેલા આશરે દ્સ થી પંદર પુસ્તકો ક્લાસ રુમમા એક ટેબલ પર મૂકી રાખવા જોઈએ. જેથી
તાલીમાર્થીઓ જ્યારે પણ ફ્રી પડે ત્યારે તેના પાના ફેરવી તેનો પરીચય મેળવી શકે અને
જો તેમા રસ પડે તો તેઓ તેમા ઉંડાણ મા જઈ શકે.)
English
Corner માં નીચેની પ્રવૃત્તિઓ યોજી શકાય
જે તે ધોરણને
અનુરુપ અંગ્રેજી શબ્દ્કોશ, અંગ્રેજી વ્યાકરણના
પુસ્તકો, ચિત્ર વાર્તાઓ, અંગ્રેજી કવિતાઓ, જોડકણા, જોક્સ, ક્વીઝ, જનરલ નોલેજના પુસ્તકો, અંગ્રેજી કોમિક્સ, કહેવતો અને
રુધીપ્રયોગોનો કોશ, જીવન ચરિત્રો, એક્ટિવીટી બુક, એંસાઈક્લોપીડીયા, ભાશા રમતો અંગેના
પુસ્તકો, અંગ્રેજી નિબંધમાળા, વર્ણમાળા, અંગ્રેજી બાળ સામાયિકો
(ચંપક), વગેરે વસાવી શકાય.
Science
Laboratory માં નીચેની પ્રવૃત્તિઓ યોજી શકાય
(૧) વિજ્ઞાન પ્રયોગશાળા માં વિજ્ઞાન મેળા ને લગતી બધી જ પ્રવૃત્તિઓ યોજી શકાય.
(૨) પૂરક સાધનો બનાવવા.
(૩) ઉપયોગી પ્રયોગો કરવા
(૪) Best from West ની પ્રવૃતિ
(૫) પદાર્થો ઓળખવાની પ્રવૃત્તિ
(૬) સાધનો ઓળખવાની પ્રવૃત્તિ
(૭) વિવિધ મોડેલ / ચાર્ટ ચિત્રો
/
નમૂનાઓ બનાવવાની પ્રવૃત્તિ
(૮) વિશ્વના મહાન વૈજ્ઞાનિકોના ચિત્રો તેના એકઠા કરી
શોધો વિશે નોંધ તૈયાર કરવી
Social Science Laboratory માં નીચે મુજબની પ્રવૃત્તિઓ યોજી શકાય
સોશિયલ સાયન્સનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે જેમાં પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સમાજવિદ્યા જેવા વિષયોનું સમાવેશ થાય છે.
પ્રત્યક્ષ જાત અનુભવ (First hand learning experience) દ્વારા અને પ્રત્યક્ષ મુલાકાત દ્વારા આ વિષપને
આત્મસાત કરી શકાય
(૨) પર્યાવરણને પ્રદુષિત કરતા એકમો ની મુલાકાત.
(૩) ઐતિહાસિક પાત્રો કે મહોરા
બનાવી
ઐતિહાસિક ઘટનાનું નિરુપણ કરવું.
(૪)
સાલ અને બનાવોના
આલેખો
તૈયાર કરવા.
(૫) જમીનના વિવિધ નમૂનાઓ એકઠા કરવા.
(૬) વિવિધ પાકો અને સુધારેલા બિયારણ ના નમુના મેળવવા.
(૭)કોઈ એક કોમ
/
જાતિ ના લોકોની સંસ્કૃતિનો અભ્યાસ કરવો
(ઉંડાણના ગામડાના ચૌધરી/ ગામીત / ગાંવિત વગેરે જાતિના લોકોની પ્રત્યક્ષ મુલાકાત યોજી
લોકસંસ્કૃતિનો અભ્યાસ કરવો.)
(૮) વિવિધ
સ્થેળે યોજાતા મેળાઓનો અભ્યાસ કરવો.
(૯) નર્મદા બંધની મુલાકાત અને અહેવાલ લેખન ની પ્રવૃત્તિ.
(૧૦) એક સંસ્થા
/
કોઇ એક વ્યક્તિનો વ્યક્તિ અભ્યાસ (Case Study) કરવો.
(૧૧) સ્વાધ્યાય પ્રવૃતિઓની સમાજજીવન પર અસર તપાસણી.
Maths Laboratory માં નીચે મુજબની પ્રવૃત્તિઓ યોજી શકાય
(૧) પાયથાગોરસનો
સિદ્ધાંત સમજાવતું સાધન બનાવવું
(૨) (a+b)2 નું
વિસ્તરણ સમજાવતું લાકડાનું ઘનનું મોડેલ બનાવવું
(૩) (a+b)3 ના
અવયવોને સમજ આપતું લાકડાનું મોડેલ બનાવવું
(૪) Geo board બનાવી
ભૂમિતિની વિવિધ આકૃતિઓનો ખ્યાલ આપવો.
(૫) ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મેળવવાનો ચાર્ટ બનાવવો