Showing posts with label Balgeet. Show all posts
Showing posts with label Balgeet. Show all posts

Monday, 8 August 2022

કલરવ (બાળગીત સંપુટ)

 


મિત્રો, પ્રાથમિક શાળા માટે અને ડી.એલ.એડ. (પીટીસી) ના તાલીમાર્થીઓ માટે બાળગીત ખૂબ જ ઉપયોગી છે. અભિનય સાથે ગીતો કરવાથી વિધાર્થીઓમાં સંગીત/તાલ ની સાથે સાથે જે તે વિષયવસ્તુ કે પછી મૂલ્યશિક્ષણ ખૂબ જ સહેલાઇથી કરાવી શકાય છે. બાળગીત દ્વારા આપણે બાળકોને પ્રવૃતિમય શિક્ષણ કરાવી શકીએ છીએ. 

આ અગાઉ 'કિલકિલાટ' પોસ્ટ અંતર્ગત આશરે 355 જેટલા બાળગીતોનો સંપુટ આપણી સમક્ષ મુકેલ, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ. 

આજે સ્ત્રી અધ્યપન મંદિર, રાજપીપળા દ્વારા સંકલન કરેલ અને વિવિધ વિભાગો પ્રમાણે વહેચેલ બીજા 131 બાળગીતોનો સંગ્રહ "કલરવ" આપની સમક્ષ મુકતા ખૂબ જ આનંદ અનુભવું છું. 

બાળગીતની pdf ડાઉનલોડ કરવા નીચની લિન્ક પર ક્લિક / ટચ કરો. 


કલરવ (બાળગીત સંપુટ)   DOWNLOAD 


Saturday, 6 August 2022

કિલકિલાટ (બાળગીત સંપુટ)



 હે પરમદેવ ! બાલદેવના હૈયામાં ઉતરી તેમના જીવનને સાચી રીતે સમજવાની શક્તિ આપો કે જેથી અમે આપના સંકેત અને અટલ ન્યાયની દ્રષ્ટિએ એમને સમજી શકીએ, ચાહી શકીએ અને એમની સેવા કરી શકીએ. – મેડમ મોન્ટેસોરી

વિધાર્થી મિત્રો, તાલીમાર્થી મિત્રો, શિક્ષક મિત્રો,

બાળકોને રમત દ્વારા શિક્ષણ આપવા માટે પ્રાથમિક શાળાઓમાં અને ખાસ કરીને ડી.એલ.એડ.(પીટીસી)માં બાળગીતો / અભિનય ગીતોનું ખૂબ જ અનેરું મહત્વ છે. અહિયાં નીચની લિંકમાં શ્રી એમ.વી,વેકરીયા સાહેબ અને શ્રી એલ.વી.જોશી સાહેબે સંકલન કરેલ બાળગીતના પુસ્તક ‘કિલકિલાટ’ ની પીડીએફ કોપીમાંના કુલ 355 જેટલા બાળગીતોને વિષય વાઇઝ / વિભાગ પ્રમાણે જુદી કરીને મુકેલ છે. જેથી આપ સૌ આપની પસંદગી મુજબના વિષયના બાળગીતો સહેલાઇથી શોધી શકો.

આ ‘કિલકિલાટ’ સંકલન ને બ્લોગમાં મૂકવા અને સમગ્ર ગુજરાતનાં શિક્ષણપ્રેમી લોકોને ઉપયોગી થવા માટેની પરવાનગી આપવા બદલ શ્રી એમ.વી.વેકરીયા સાહેબનો અને શ્રી એલ.વી.જોશી સાહેબનો હ્રદયથી આભારી છું.

બાળગીતને ડાઉનલોડ કરવા માટે જે – તે ચિત્ર ઉપર ક્લિક / ટચ કરશો.