Thursday, 25 March 2021

D.El.Ed. FY, SY શાળા ઈંટર્નશીપ અભ્યાસક્રમ

D.El.Ed. FY, SY શાળા ઈંટર્નશીપ અભ્યાસક્રમનું મોડ્યુલ ડાઉનલોડ કરવા અહી ક્લિક/ટચ કરો.

D.El.Ed. Curriculum Booklet (અભ્યાસક્રમ)

D.El.Ed. Curriculum Booklet (અભ્યાસક્રમ)ની સપૂર્ણ માહિતી ડાઉનલોડ કરવા અહી ક્લિક/ટચ કરો.

FY D.El.Ed. 1 B Unit 3 Part 3 MCQ

FY D.El.Ed. 1 B Unit 3 Part 3 MCQ

નમસ્કાર અધ્યાપક મિત્રો તેમજ તાલીમાર્થીઓ મિત્રો,

આજે નીચે FY કોર્ષ 1 બ (અધ્યેતા અને મૂલ્યાંકન) ના યુનિટ 2 મૂલ્યાંકનની પ્રવિધિઓ ની MCQ ટેસ્ટ નો ત્રીજો ભાગ આપેલો છે. જે આપ Fill the Form પર ક્લિક/ ટચ કરી આપી શકશો. દરેક તાલીમાર્થીઓ ક્વિઝમાં ભાગ લે, સાચા જવાબો ટીક કરે અને સબમિટ આપે તે ખૂબ જરૂરી છે.

Best of Luck…..

અહી આપેલ ટેસ્ટમાં બ્લ્યુ પ્રિંટની સંકલ્પના, અનૌપચારિક મૂલ્યાંકનના સાધનો જેવા કે ક્રમ માપદંડ (Rating Scale), ઓળખયાદી (Check list), અવલોકન, મુલાકાતનો પરિચય આપવામાં આવ્યો છે. તે ઉપરાંત પરિણામ પૃથક્કરણનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ સમજાવ્યું છે. પારંગતતાની વિવિધ કક્ષાઓ વિશેની વિસ્તૃત માહિતી તાલીમાર્થીઓને માત્ર ડી.એલ.એડ. નહીં પણ વ્યક્તિગત જીવનમાં પણ કામ લાગે તેવી છે. 

ક્રમ માપદંડ (Rating Scale)

અર્થ: મૂલ્યાંકનનું આ એક અનૌપચારિક સાધન/પ્રયુક્તિ છે. અધ્યેતાના તથા વર્તનના કેટલાક બિનવિધાકીય પાસાને જો ક્રમમાપદંડ દ્વારા મૂલવવામાં આવે તો વધુ વિશ્વસનીય બની રહે છે.

અધ્યેતા / વ્યક્તિમાં જુદા-જુદા ગુણ કેટલી માત્રામાં કે પ્રમાણમા વિકસ્યા છે, તેનું બાહ્ય વ્યક્તિ દ્વારા અવલોકન કરીને પદ્ધતિસર નોંધ કરવાની પ્રયુક્તિ કે સાધનને ક્રમમાપદંડ કહે છે.

Where there is an opinion, there is a rating scale. અર્થાત અભિપ્રાયોને આંકડામાં ફેરવી આપવાનું સાધન એટલે ક્રમમાપદંડ.

ક્રમમાપદંડ દ્વારા નીચેના જેવી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

વ્યક્તિત્વના ગુણો : અંતર્મુખી વ્યક્તિત્વ, બહિર્મુખી વ્યક્તિત્વ, પ્રમાણિક્તા, જવાબદારીની સભાનતા, આત્મસુઝ, આત્મવિશ્વાસ, પ્રેમપૂર્વકનો વ્યવહાર વગેરે....

ક્રિયાત્મક કૌશલ્યો : પ્રવૃતિઓ સાધનો વાપરવાના કૌશલ્યો, ગાન કૌશલ્યો, વાતચીતનું કૌશલ્ય, સુંદર હસ્તાક્ષરો વગેરે....

વૈયક્તિક કે સામાજિક અનુકૂલન : પ્રવૃતિ કે અનુકૂલનની બાબતના વિવિધ પાસાઓ

ક્રમામપદંડની રચના :

ક્રમમાપદંડ રચવા માટે સૌ પ્રથમ જે ઉદેશોનું મૂલ્યાંકન કરવાનું હોય તેના મહત્વના લક્ષણો, મુદ્દાઓ કે વિગતો સ્પષ્ટપણે નક્કી કરવામાં આવે છે. મૂલ્યાંકનના આ મુદ્દાઓ ને ઊભી હરોળમાં લખવામાં આવે છે અને ઉપલી આડી હરોળમાં ગુણાત્મક માપ માટેના શબ્દો જેવા કે ઉત્તમ”, “સામાન્ય”, અને “સામાન્યથી ઉતરતું” એમ આગળ-પાછળ ઉમેરવામાં આવે છે. આ પ્રમાણે કોઈ મુદ્દો કે લક્ષણ ત્રણ કે પાંચ બિંદુને ધોરણે (Three or five point scale) મૂલવવામાં આવે છે. જ્યારે કોઈ બાબતના મૂલ્યાંકન કે રેટિંગને વધુ સૂક્ષ્મ બનાવવું હોય ત્યારે પંચબિંદુના બદલે સપ્તબિંદુ, અગિયાર બિંદુ વાળો ક્રમમાપદંડ બનાવવામાં આવે છે. અહી મૂલ્યાંકન માત્ર જે તે ખાનામાં મુદ્દાની સામે ખરા (p) નું  નિશાન મૂકી કરવાનું હોય છે.

પરિણામ પૃથક્કરણનું સ્વરૂપ :

પરિણામ પૃથક્કરનના નમુનામાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.

મથાળે શાળાનું નામ, ધોરણ, વિષય, કસોટી પ્રકાર, પરિક્ષાર્થી સંખ્યા જેવી માહિતી દર્શાવેલ છે.

વર્ગના તમામ અધ્યેતાઓના નામ ક્રમાનુસાર લખવામાં આવે છે.

પ્રથમ હરોળમાં પ્રશ્ન ક્રમાંક, નીચેની બીજી હરોળમાં હેતુ અને તેની નીચે જે તે પ્રશ્નના કુલ ગુણ દર્શાવેલ છે.

કસોટીમાં પૂછયેલા જે તે પ્રશ્નના કુલ ગુણના સંદર્ભના નિયત પારંગતતાના સ્તર મુજબ હેતુ સિદ્ધિના ગુણ નક્કી થાય છે. ધારો કે પ્રશ્નના ગુણ 8 છે અને પારંગતતાનો સ્તર 50% હોય તો જે કોઈ આ પ્રશ્નમાં 4 કે તેથી વધુ ગુણ મેળવે તો તેને હેતુ સિદ્ધિ કરી ગણાય. 4 થી ઓછા ગુણ મેળવનારે હેતુ સિદ્ધિ કરી ન ગણાય. એ જ રીતે જો પરંગતતાનો સ્તર 75% હોય તો 8 માંથી 6 કે તેથી વધુ ગુણ મેળવનાર હેતુસિદ્ધિ કરી ગણાય. અહી આપેલ નમુનામાં 50% પારંગતતાના સ્તરના સંદર્ભમાં માહિતી બતાવેલ છે.  

50% પારંગતતાના સ્તરે હેતુસિદ્ધિ થયેલ છે. ત્યાં મેળવેલ ગુણની પાસેના ખાનામાં p ની નિશાની કરેલ છે. અને હેતુ સિદ્ધિ ન હોય તો × ની નિશાની કરેલ છે.

પ્રત્યેક પ્રશ્ન માટે વર્ગના દરેક અધ્યેતાની હેતુસિદ્ધિની નોંધ કરેલ છે.

નીચે છેલ્લી ત્રણ હરોળમાં પ્રત્યેક હેતુ વાર હેતુ સિદ્ધ કરનાર અધ્યેતાઓની સંખ્યા, હેતુ સિદ્ધ કરનાર અધ્યેતાઓના ટકા અને જો તે હેતુ વર્ગના 50% કે તેથી વધુ અધ્યેતો સિદ્ધ કરી શકયા ન હોય ત્યાં ઉપચારાત્મક શિક્ષણપાત્ર હેતુ બને એટલે ત્યાં લખવામાં આવેલ છે.

કસોટીમે પૂછાયેલા દરેક પ્રશ્નના ગુણ લખાઈ રહ્યા પછી કુલ ગુણના ખાનામાં દરેક પ્રાણમાં મેળવેલ ગુણનો સરવાળો કરેલ છે. ત્યાં છેલ્લી ઊભી બે કોલમમાં જે તે અધ્યેતાએ સિદ્ધ કરેલ અને સિદ્ધ ન કરેલ હેતુઓની સંખ્યા લખેલ છે.

આ પત્રકને આદું જોતાં અધ્યેતા દીઠ વ્યક્તિગત હેતુસિદ્ધિનું ચિત્ર સ્પષ્ટ થાય છે અને આ પત્રક ઊભું જોતાં સમગ્ર વર્ગની જે તે હેતુમાંની સિદ્ધિ જાણી શકાય છે.