તાજેતરની ડી.એલ.એડ.ની પરીક્ષામાં ગુજરાત કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવનાર તાલીમાર્થી મિત્ર દ્વારા મોકલેલ બ્લોગ વિશે પોતાના વિચાર. કઈક અંશે તાલીમાર્થીઓને ઉપયોગી થવાનો આનંદ છે.
આદરણીય
વિમલ મકવાણા સર,
હું તન્મય ગોર તા. ભુજ (જિ.કચ્છ) ગત ઓક્ટોબર માસ માં યોજાયેલી ડી.એલ.એડ એક્ઝામ માં ૯૨.૮૩% સાથે મારા જિલ્લા કચ્છ માં પ્રથમ તથા સમગ્ર રાજ્ય ગુજરાત માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. સ્વપ્નો જોવા મનુષ્ય માત્ર નો અધિકાર છે,પરંતુ સ્વપ્ન જ્યારે સોને મઢી સંકલ્પ થી સિદ્ધિની સફરમાં નીકળે છે ત્યારે ઘણાં સમીકરણો રચાય છે.વર્તમાનમાં કોરોના ના સમયમાં મારા સંકલ્પ થી સિદ્ધિ સુધીના સફરમાં ઉંચી ઉડાન ભરવાની હિંમત અને કોન્ફિડન્સ આપશ્રી સાહેબ ના બ્લોગ એ પણ એક પરિમાણ છે. પરીક્ષા સમયે અપલોડ થતા વિવિધ ડાયેટ કોલેજોના બધા વિષય ના પ્રશ્નપત્રો પરીક્ષાના અગાઉના દિવસે વાંચન સમયે ખૂબ જ મદદરૂપ બને છે. વાત ફક્ત પ્રશ્નપત્રોની જ નથી તમારા ptc setu blog પર સરળતાથી તમામ મોડ્યુલ્સ ના વિષય વાર વિડિયો દ્વારા આપવામાં આવતું પરોક્ષ શિક્ષણ ખરેખર ખૂબ જ અસરકારક સાબિત થાય છે જેનો હું સાક્ષી છું. વિષયવસ્તુ પૂર્ણ થતાં અંતે છેલ્લે પરીક્ષા રૂપી જોવા મળતા MCQs ઊંડા અભ્યાસ ને સાર્થક બનાવવામાં મદદરૂપ બને છે. સાહેબ શ્રી તમારા બ્લોગ પર આવતા રોજ અપડેટ ના કારણે અભ્યાસ સરળતાથી થાય છે તથા અંતે ભણવાનો બોજો ઓછો થતો જોવા મળે છે. આપની અથાક મહેનત અને યશસ્વી કામગીરી બદલ હું આપનો જીવનભર ઋણી રહીશ.
આવનાર વર્ષોમાં વધુને વધુ વિદ્યાર્થીના સ્વપ્નોને આપના થકી સોનેરી પાંખો મળતી રહેશે એવો મારો વિશ્વાસ છે બિનસ્વાર્થી સુંદર અને યશસ્વી કામગીરી બદલ ફરી ફરી આપનો આભાર.
તન્મય ગોર
ભુજ (કચ્છ)
Grt...
ReplyDelete