English
Reading Club
English reading club એ
વિધાર્થીઓ અને શિક્ષકોનું એક મંડળ છે જે નિયમિત પણે અલગ-અલગ પ્રકારનું સાહિત્ય
વાંચે છે, તેની
સમીક્ષા કરે છે અને ચર્ચા કરે છે.
કોઈ club બનાવવા
માટે કે તેને વ્યવસ્થિત ચલાવવા માટે નીચે મુજબના પગથિયા હોય શકે છે.
1. શૈક્ષણિક
વર્ષની શરૂઆતમાં તમારા મિત્રોને English reading club માં
જોડાવવાનું આમંત્રણ આપો.
2. તેઓના
નામ અને મોબાઈલ નંબર,
ઈ-મેઈલ એડ્રેસ, વગેરે
બાબતો રજીસ્ટરમાં નોંધો. તેઓ તમારી English reading club ના
સભ્યો બનશે.
3. Club ના
સભ્યો સાથે પહેલી મીટિંગનું આયોજન કરો.
4. પહેલી
મીટિંગમાં તમારા સભ્યોને વિવિધ પ્રવૃતિઓ સૂચવવા કહો. તમારા વિચાર પણ રજૂ કરો.
5. તમારી
ક્લબ માટે કેટલાક નિયમો બનાવો. જેવા કે સભ્ય માટેના નિયમો,
હાજરીના નિયમો, મીટિંગ –
ચર્ચાના નિયમો વગેરે.
6. કોણ
શું કરશે?
જવાબદારીને વહેંચો. કેટલાક સભ્યોને વિવિધ માહિતી બધાને પહોચાડવી,
ફંક્શન માટે હૉલ કે વર્ગખંડ શણગારવો વગેરે પ્રકારની જવાબદારીઓ સોપો.
7. ચર્ચા
કરી વિવિધ પ્રવૃતિઓનું કામચલાઉ કેલેન્ડર બનાવો. દર મહિને ઓછામાં ઓછી એક અથવા બે
પ્રવૃતિઓ અથવા મિટિંગનું આયોજન કરો.
8. નીચે
આપની રીડિંગ ક્લબ માટેની પ્રવૃતિઓ સૂચવી છે. જરૂરિયાત મુજબ તેમાં તમે તમારી રીતે
વધારો / ઘટાડો કરી શકો છે.
ü કોઈ
એક સભ્ય કોઈ બૂક, લેખ કે
વાર્તાની સમીક્ષા રજૂ કરે અને તેના પર ચર્ચા કરે.
ü અંગ્રેજી
બુક્સના રિવ્યુ (સમીક્ષા) પ્રકાશિત કરવા. સાહિત્યિક,
આધ્યાત્મિક કે શૈક્ષણિક બુક્સ પ્રકાશિત કરવી.
ü બધા
સભ્યોને અંગ્રેજીમાં કોઈ એક લેખ,
વાર્તા, સમાચાર
પત્ર વાંચવા અને તેની ઉપર ચર્ચા કરવા આમંત્રણ આપવું.
ü અંગ્રેજી
વાંચન પર નિષ્ણાતોના લેક્ચર્સ અને પરિસંવાદો યોજવા.
ü વાર્તા,
સમાચારપત્ર કે કોઈ પણ લખાણનું મુખવાચન કરવું.
ü વાચન
અર્થગ્રહણ સ્પર્ધા કે કસોટી યોજવી.
ü ક્લબના
બધા સભ્યો માટે વાંચન કૌશલ્યનું સાહિત્ય તૈયાર કરી બધા સભ્યોને વહેચવું.
ü ઉપરની
ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક/ટચ કરો.