બ્રિજકોર્ષ – ક્લાસ રેડીનેશ – જ્ઞાનસેતુ સાહિત્ય
અધ્યાપક મિત્રો તથા
તાલીમાર્થી મિત્રો,
આપ સૌને ખ્યાલ છે તેમ આપણા શિક્ષણ વિભાગે ધો. 1 થી 10 ના વિધાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષમાં
આગળના વર્ષના અભ્યાસક્રમનું પુનરાવર્તન કરી આગળ વધી શકે તે માટે ક્લાસ રેડીનેશ કાર્યક્રમ –
બ્રિજકોર્ષનું આયોજન કરેલ છે.
આપણા ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ પણ વિષયવસ્તુની તૈયારે માટે આ સાહિત્યનો ઉપયોગ કરે તો
ખુબ જ અસરકારક થશે, કારણ કે આ સાહિત્ય માત્ર ડી.એલ.એડ. માટે જ નહીં પણ ટેટ માટે અને
ભવિષ્યના શિક્ષક તરીકે અત્યારથી જ નવી પદ્ધતિનો પરિચય મેળવે તે માટે પણ ખૂબ જ જરૂરી છે. હાલ
પ્રાથમિક શાળામાં અર્થગ્રહણના પ્રશ્નો વધુ પૂછતા હોય તેની પ્રેકટીશ પણ સારી રીતે થઈ શકશે.
તાલીમાર્થીઓને આપણે આ મોડ્યુલ્સ ડાઉનલોડ કરી ફૂલ સ્કેપ નોટબુક માં લખવા માટે આપી શકીએ.
હાલ ના સમયમાં તાલીમાર્થીઓ ઘરે હોય આ સાહિત્ય ઉપયોગી થશે, સાથે સાથે હાલમાં આ કાર્યક્ર્મના
પ્રસારણનું ટાઈમ ટેબલ તેમણે પહોચાડી તે જોવા માટે પ્રેરી શકીએ. તાલીમાર્થી મિત્રો પણ જાતે આ સાહિત્યનો ઉપયોગ કરી પોતાનું જ્ઞાન વધુ પાકું કરે તે પણ એટલું જ મહત્ત્વનું છે.
જે તે ધોરણનું સાહિત્ય ડાઉનલોડ કરવા તે નામ પર ક્લિક/ટચ કરવું.
Sir d.el.ed exam kyare avshe
ReplyDelete