Tuesday, 21 June 2022

શું સ્મૃતિ (યાદદાસ્ત)ને સુધારી શકાય છે?

 મિત્રો, મોટા ભાગના લોકો/વિધાર્થીઓની એક સામાન્ય ફરિયાદ હોય છે કે મને યાદ નથી રહેતું, મારી યાદ શક્તિ નબળી છે વગેરે. પરંતુ મિત્રો અભ્યાસથી તેમાં સુધારો લાવી શકાય છે. ચાલો તેના માટે કેટલાક જરૂરી પગલાઓ સમજીએ. 


સ્મૃતિ (યાદદાસ્ત)

अनुभूतविषयासंप्रमोषः स्मृतिः ।  - યોગસૂત્ર

(અનુભવેલા વિષયોનું (ચિત્તમાં) ટકી રહેવું તે સ્મૃતિ છે.)

મનની સમક્ષ ઉપસ્થિત થનાર વિષય મનમાં ટકી રહે તે ઘટનાને સ્મૃતિ કહે છે.

 

સ્મૃતિના ચાર તબક્કા છે:

    ગ્રહણ (Learning)

        મનની સમક્ષ કોઈ ઘટના ઉપસ્થિત થાય, તેને ગ્રહણ કરવામાં વે તે સ્મૃતિની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે.

2.    ધારણા (Retention)

        મન જેવું ગ્રહણ કરે તે વસ્તુ મનમાં ટકી રહે, તે ટકી રહેવાની ઘટનાને ધારણા કહેવામાં આવે છે.

3.    પુનરાવર્તન (Recall)

        મનમાં જેની ધારણા થઈ છે, તે વિષયને ફરીથી યાદ કરવાની ઘટનાને પુનરાવર્તન કહેવામાં આવેછે.

4.    પ્રત્યભિજ્ઞા-ઓળખ (Recognition)

યાદ કરવાની વસ્તુની સ્પષ્ટ ઓળખ થાય તે સ્મૃતિની પ્રક્રિયાની પૂર્ણાહુતિ છે. તેને જ પ્રત્યભિજ્ઞા કે ઓળખ કહે છે.

 

સ્મૃતિની સુધારણા માટેનાં કેટલાંક સૂચનો   DOWNLOAD

No comments:

Post a Comment