આ પત્રકોમાં આપે માત્ર આંતરિક
પરીક્ષકના કોલમમાં જ ડેટા એન્ટ્રી કરવાની છે જેથી બાકી બધા ખાનામાં આપોઆપ ગણતરી થઈ
જશે. સિટ્નંબર માત્ર 2 TLM
ની સીટના B કોલમમાં નાખશો એટલે બાકીની બધી સિટ્સમાં
આવી જશે.
પેઇજ સેટિંગ A 4 સાઈઝમાં છે. આથી
આપે પેઇઝ કે રો-કોલમમાં કોઈ પણ ફેરફાર ન કરતાં show margin માં
જઈ માર્જિન સેટ કરશો તો વધુ સરળ થશે.
આપની કોલેજની જેટલી સંખ્યા હોય તેટલા
વિધાર્થીના સીટ ન. નાખી બાકીની રો ડિલીટ કરી નાખશો એટલે છેલ્લી વિગતો આપોઆપ ઉપર
આવી જશે.
જો આપ માત્ર કોરા ફોર્મ તરીકે ઉપયોગ
કરવા માગતા હોય તો Excel
ફોર્મુલા ને ડિલીટ કરી પ્રિન્ટ કાઢી લેશો.
બધી ફોર્મુલા ચેક કરીને જ નાખી છે, છતાં વાર્ષિક
મૂલ્યાંકન હોય તાલીમાર્થીઓને નુકસાન ન જાય એટલા માટે એક વાર ચેક કરી લેવા વિનંતી.
આપના સૂચનો અને પ્રતિભાવોનું સ્વાગત
છે.
સૌ પ્રથમ ડાઉનલોડ કરવા આપ નીચેની લિન્ક પર ક્લિક કરશો એટલે google sheet ખુલશે, તેમાં ડાબી બાજુ પહેલું ઓપ્શન File પર ક્લિક કરતાં નીચે download માં Microsoft Excel સિલેક્ટ કરવું.
ડાઉનલોડ થયેલી ફાઈલને સ્ક્રીનની વચ્ચે આવેલ Edit Enable પર ક્લિક કરતાં આપ એક્સેલ ફાઇલમાં સુધારા કરી શકશો.

No comments:
Post a Comment