Wednesday, 25 October 2017

How to pay fee to QCI


સૌ પ્રથમ NCTE ની વેબ સાઈટ  પર લોગ ઈન કરો


ત્યાર બાદ તમારી કોલેજનું આઈ  ડી અને પાસવર્ડ નાખી લોગ ઈન કરો



હવે તમારી કોલેજ નું પ્રોફાઈલ ખુલશે. જેમાં બીજું ઓપ્શન પેમેન્ટ પર ક્લિક કરો.

 
જેમાં આપની કોલેજે નેક નું રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો નો ઓપ્શન આપી સબમિટ કરતાં તમારી કોલેજે કેટલી ફી ભરવાની છે તેની રકમ દેખાશે.



નીચેની સ્ક્રીન મુજબ ચિત્ર દેખાય પછી પે નાવ નું ઓપ્શન ક્લિક કરવું.


હવે આપ કઈ પદ્ધતિ થી રૂપિયા ભરવા માંગો છો તે ઓપ્શન પર ક્લિક કરી તેમાં માંગેલી માહિતી ભરી દો.
આપને કોલેજ વતી ફી ભરવાની હોય  ક્રેડીટ કાર્ડ કરતાં આરટીજીએસ વધુ સારું થઈ શકે.


આરટીજીએસ ઓપ્શન આપતા સામે એક નવો ઓપ્શન આવશે જેના પર ક્લિક કરતાં આપને બેન્ક્માં ભરવાનું ચલણ દેખાશે, જેની જરૂરિયાત મુજબ કોપી કઢાવી તેટલી રકમનો ચેક લઈ બેંક માં ભરી દેવું.
બની શકે તો બેંક ને પૂછી જો ચલણ નો ચાર્જ તેમાં ઉમેરવાનો હોય તો તે ઉમેરી પછી ચેકની રકમ લખવી.
ચલણ ની કામગીરી પૂરી થયા પછી એન સી ટી ઈ દ્વારા આપના ઈ મેલ પર તેનો એક રેફરન્સ નંબર આવશે, જે ભવિષ્ય ની કામગીરી માટે સાચવી રાખવો.

આ બાબત મને સમજાણી તે મુજબ જણાવું છું. અને માત્ર જાણકારી માટે આપ સૌ ને જણાવું છું. આપ આધારભૂત વ્યક્તિને પૂછી આગળ વધશો.

ડૉ. વિમલ મકવાણા 

Wednesday, 18 October 2017

Marks slip for D.El.Ed.

નમસ્કાર મિત્રો
આપને પરીક્ષાના પરિણામ તૈયાર કરતાં પહેલા દરેક વિષય શિક્ષકને જે તે વિષય ના માકર્સ લખવા માટેની સ્લીપ આપવી છીએ. એમાં પણ ડી.એલ એડ માં બે કોર્ષ નો સરવાળો કરી પછી તેના આધારે તાલીમાર્થીઓ ને પાસ કે નાપાસ કરીએ છીએ.

આ સાથે[ Excel File  માં એક માકર્સ સ્લીપ બનાવી છે જેમાં તેના નીચેના પેઈઝમાં તેની Formula બનાવેલ છે. દરેક કોર્ષ અ અને બ  તેમજ ૬૦ માકર્સ કે કોર્ષ ૬ - ૭ - ૮ ની અલગ અલગ સિટ છે. 
દરેક પેઈઝમાં તેના માકર્સ ટાઈપ કરવાથી --
તે દરેકનો સરવાળો થતો જશે.
જો Formula મુજબ  fail હશે તો કલર લાલ જ રહેશે અને અને  
Fail ના માકર્સ નીચે બે નાની લીટી દોરાઈ જશે.  {કલર પ્રિન્ટર ન હોય તો Fail નો ખ્યાલ આવે તેટલા માટે.}
Pass , Fail અને Total નો સરવાળો થતો જશે.
મિત્રો ,
આ માત્ર ટેકનોલોજી નો ઉપયોગ કરી કામને સરળ અને ચોકસાઈ વાળું બનાવવાનો એક નમ્ર પ્રયાસ છે. એક જ વખત પ્રયત્ન કરવાથી કદાચ સફળ ન થવાય, પરંતુ થોડી મથામણ કરવાથી ફાવી પણ જાય.
આપના  સૂચનો અને      પ્રતિભાવો નું સ્વાગત છે.


ડૉ. વિમલ મકવાણા