Wednesday, 25 October 2017

How to pay fee to QCI


સૌ પ્રથમ NCTE ની વેબ સાઈટ  પર લોગ ઈન કરો


ત્યાર બાદ તમારી કોલેજનું આઈ  ડી અને પાસવર્ડ નાખી લોગ ઈન કરો



હવે તમારી કોલેજ નું પ્રોફાઈલ ખુલશે. જેમાં બીજું ઓપ્શન પેમેન્ટ પર ક્લિક કરો.

 
જેમાં આપની કોલેજે નેક નું રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો નો ઓપ્શન આપી સબમિટ કરતાં તમારી કોલેજે કેટલી ફી ભરવાની છે તેની રકમ દેખાશે.



નીચેની સ્ક્રીન મુજબ ચિત્ર દેખાય પછી પે નાવ નું ઓપ્શન ક્લિક કરવું.


હવે આપ કઈ પદ્ધતિ થી રૂપિયા ભરવા માંગો છો તે ઓપ્શન પર ક્લિક કરી તેમાં માંગેલી માહિતી ભરી દો.
આપને કોલેજ વતી ફી ભરવાની હોય  ક્રેડીટ કાર્ડ કરતાં આરટીજીએસ વધુ સારું થઈ શકે.


આરટીજીએસ ઓપ્શન આપતા સામે એક નવો ઓપ્શન આવશે જેના પર ક્લિક કરતાં આપને બેન્ક્માં ભરવાનું ચલણ દેખાશે, જેની જરૂરિયાત મુજબ કોપી કઢાવી તેટલી રકમનો ચેક લઈ બેંક માં ભરી દેવું.
બની શકે તો બેંક ને પૂછી જો ચલણ નો ચાર્જ તેમાં ઉમેરવાનો હોય તો તે ઉમેરી પછી ચેકની રકમ લખવી.
ચલણ ની કામગીરી પૂરી થયા પછી એન સી ટી ઈ દ્વારા આપના ઈ મેલ પર તેનો એક રેફરન્સ નંબર આવશે, જે ભવિષ્ય ની કામગીરી માટે સાચવી રાખવો.

આ બાબત મને સમજાણી તે મુજબ જણાવું છું. અને માત્ર જાણકારી માટે આપ સૌ ને જણાવું છું. આપ આધારભૂત વ્યક્તિને પૂછી આગળ વધશો.

ડૉ. વિમલ મકવાણા 

No comments:

Post a Comment